ખેલ-જગત
News of Monday, 21st May 2018

અનુષ્કા શર્મા ઘરની 'કેપ્ટન':જીવનમાં હંમેશા યોગ્ય નિર્ણય કરે છેઃ મને હંમેશા પોઝિટિવ બનાવી રાખે છે:વિરાટ કોહલી

અનુષ્કા રમતને લઈને ખૂબ જનૂની છે. તે ખેલાડીઓની ભાવનાઓ સમજે છે

નવી દિલ્હી ;વિરાટ કોહલી ભલે ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની હોય પરંતુ ઘરની કેપ્ટ્ન અનુષ્કા શર્મા છે તે જીવનમાં હંમેશા યોગ્ય નિર્ણય કરે છે અને એ જ વિરાટ કોહલીની તાકાત પણ છે એમ એક ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ જણાવ્યું હતું આઈપીએલ 2018માં ફરી એકવાર વિરાટની આગેવાનીમાં બેંગલુરૂની ટીમ બહાર થઈ ગઈ છે. રાજસ્થાન વિરુદ્ધ રમતા બેંગલુરૂનો લીગની અંતિમ મેચમાં 30 રનથી પરાજય થયો હતો. આ હારની સાથે ટીમ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ હતી.

  આઈપીએલ દરમિયાન વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની ખાનગી જિંદગીની ઘણી વાતો શેર કરી. વિરાટે આ ઈન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માને લઈને પણ ઘણી વાત કરી. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 11 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંન્નેએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંન્ને ખૂબ સપોર્ટિવ છે. લગ્ન પહેલા બંન્ને ઘણા ફંકશન અને કાર્યક્રમોમાં સાથે જોવા મળતા હતા. વિરાટ કોહલી પોતાના દરેક ઈન્ટરવ્યૂમાં કહે છે કે- અનુષ્કા સન્માન અને પ્રેમની હકદાર છે. 

   સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીના ઈન્ટરવ્યૂનો એક વીડિયો વાયરલ થી રહ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી કહી રહ્યાં છે કે, અનુષ્કા શર્મા ઘરમાં કેપ્ટન છે. જતિન સપ્રૂને આપેલા એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને પૂછવામાં આવે કે, ઓફ ફીલ્ડ કોણ કેપ્ટન છે?  તેનો જવાબ વિરાટ હસતા-હસતા આપે છે. તે કહે છે, જાહેર છે કે ઘરની કેપ્ટન અનુષ્કા જ છે. તે જીવનમાં હંમેશા યોગ્ય નિર્ણય કરે છે. તે મારી તાકાત છે. તે મને હંમેશા પોઝિટિવ બનાવી રાખે છે. તમે તમારા લાઇફ પાર્ટનર પાસેથી આજ આશા રોખો છે, હું આભારી છું કે મને અનુષ્કા જેવી પાર્ટનર મળી છે. 

   વિરાટે આ ઈન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું, અનુષ્કા રમતને લઈને ખૂબ જનૂની છે. તે ખેલાડીઓની ભાવનાઓ સમજે છે. તે જાણે છે કે, ખેલાડી કઈ સ્થિતિમાંથી પસાર થાય છે. તે અનુષ્કાની સૌથી સારી વાત છે. 

   વિરાટ કોહલી કહે છે કે અનુષ્કા શર્મા ભારતના તમામ ક્રિકેટ મેચ જુએ છે. આ સાથે તે આઈપીએલમાં બેંગલુરૂની ટીમને ફોલો કરે છે. 

   હાલમાં એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તેણે પોતાના ખાનગી અને પ્રોફેશનલ જીવન વચ્ચે સારૂ સંતુલન બનાવી રાખ્યું છે. વિરાટે કહ્યું, જ્યારે હું પરિવારની સાથે રહું છું, તો પૂર્ણ રીતે ક્રિકેટથી અલગ રહું છું. હું મારા મિત્રો સાથે ફરૂ છું, ફિલ્મ જોઉ છું. મને મારા પાલતુ કુરતા સાથે સમય પસાર કરવો વધુ ગમે છે.

(12:49 am IST)