ખેલ-જગત
News of Monday, 21st May 2018

આઇપીઅેલ ક્રિકેટની ફાઇનલ મેચમાં ક્રિકેટ ફાઇનલ્સ પાર્ટી તો બનતી હૈ-નામથી રંગારંગ કાર્યક્રમઃ સલમાન ખાન, જેકલીન, કરિના અને સોનમ કપૂર જમાવટ કરશે

મુંબઇઃ બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ પહેલા બે કલાકનો એક 'પ્રીલ્યૂડ'ની મેજબાની કરશે. આ જશ્નમાં સલમાન ખાન, જેકલીન કર્નાન્ડીઝ, કરીના કપૂર અને સોનમ કપૂર સામેલ થશે.

આ સમારોહને 'ક્રિકેટ ફાઈનલ્સ પાર્ટી તો બનતી હૈ' નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બાદ આઈપીએલ 2018 ફાઈનલ મેચ રમાશે. આ પ્રસારણ 27મેના દિવસે સ્ટાર ઈન્ડિયા નેટવર્ક પર થશે. ચેનલે એક નિવેદન જાહેર કરીને આની જાણકારી આપી છે.

આઈપીએલના પ્રશંસકોએ અત્યાર સુધી હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગૂ અને કન્નડમાં થયેલ લીગ મેચોના પ્રસારણનું આનંદ લીધું છે. ભારતમાં વધુમાં વધુ પ્રશંસકો સુધી પહોંચવા માટે સ્ટાર પ્રવાહ અને એશિયાનેટ મૂવિઝ ચેનલો પણ ક્રમશ: મરાઠી અને મલયાલમમાં આઈપીએલની મેચનું પ્રસારણ કરશે, જે આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત થશે.

તે ઉપરાંત, ટેલિવિજન, અભિનેતા રવિ દુબે, ગૌરવ સરીન, આકૃતિ શર્મા અને દેશના દુગદ પણ ફિનાલેની શોભા વધારશે. 

(7:20 pm IST)