ખેલ-જગત
News of Monday, 21st May 2018

મુંબઈ ઈન્ડિયન્સ વતી રમવાનું સપનું મારુ સાકાર થયું: હાર્દિક પંડ્યા

નવી દિલ્હી: ટીમમાં મહાન ખેલાડીઓનો સમાવેશ હોવાથી યુવા ક્રિકેટરને દરરોજ કંઈક શીખવા મળતું હોય છે, એમ હાર્દિક પંડયાએ કહ્યું હતું. *અમારી ટીમમાં ઘણા મહાન ખેલાડી છે અને અમને દરરોજ નવું શીખવા મળે છે અને આવી ટીમ વતી રમવામાં મારા માટે મારું સ્વપ્ન સાકાર થવા સમાન છે, એમ અહીં એક કાર્યક્રમમાં મુંબઈ ઈન્ડિયન્સ જોડે તેના સંબંધ માટે પૂછવામાં આવતા હાર્દિકે કહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે સ્પર્ધાનો તાજ ત્રણ વાર જીત્યો છે. 

 

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની છેલ્લી લીગ મેચ રવિવારે દિલ્હી ડેરડેવિલ્સ સામે રમનાર છે અને તેમાં વિજયના પરિણામના આધારે તે સ્પર્ધાના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ મેળવી શકશે. રોહિત શર્માના સુકાન હેઠળની ટીમને શ્રીલંકાનો ભૂતપૂર્વ કેપ્ટન માહેલા જયવર્દને કોચિંગ કરી રહ્યો છે તથા ન્યૂ ઝીલેન્ડનો ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર શેન બોન્ડ તેનો બૉલિંગ કોચ છે તથા ભારતનો માજી બેટ્સમેન રોબિન સિંહ બૅટિંગ કોચ છે. 

(3:41 pm IST)