ખેલ-જગત
News of Monday, 21st May 2018

સ્વિટોલીનાએ હાકેપને હરાવી રોમ માસ્ટર્સનો ખિતાબ જીત્યો

નવી દિલ્હી: યુક્રેનની સ્વિટોલીનાએ કારકિર્દીનો યાદગાર વિજય મેળવતા વર્લ્ડ નંબર વન રોમાનિયન ખેલાડી સિમોના હાલેપને હરાવીને રોમ માસ્ટર્સ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં શાનદાર દેખાવ કરતાં સ્વિટોલીનાએ ૬-૦, ૬-૪થી હાલેપને હરાવી હતી. ગત વર્ષે પણ આ બે જ ખેલાડીઓ ફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં સ્વિટોલીના ચેમ્પિયન બની હતી. આજે પણ યુક્રેનીયન ખેલાડીએ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હતુ. ૨૬ વર્ષીય સિમોના હાલેપ પહેલા સેટમાં તો એક પણ ગેમ જીતી શકી નહતી અને માત્ર ૧૯ જ મિનિટમાં હારી ગઈ હતી. જે પછી તેના કોચ ડેરૈન કાહીલે તેને આકરા શબ્દો કહ્યા હતા. આ પછી હાલેપની રમતમાં સુધારો આવ્યો હતો છતાં તે સ્વિટોલીનાને જીતથી દૂર રાખી શકી નહતી. સિમોના મેચમાં ઈજાગ્રસ્ત લાગતી હતી.

 

 

(3:40 pm IST)