ખેલ-જગત
News of Monday, 21st May 2018

ટી-૨૦ ક્રિકેટમાં ધોનીએ 6000 રન પુરા કર્યા

નવી દિલ્હી: દિલ્હી ડેરડેવેલ્સ સામેની મેચમાં ચેન્નાઈના બેસ્ટમેનોએ ખરાબ પ્રદર્શ કરતા હારનો સામનો કરવો પડયો. જો કે તેનાથી પ્લેઓફમાં ચેન્નાઈના સ્થાન પર કોઈ ફરક પડે તેમ નથી. મેચમાં બેટથી નિષ્ફળ રહેવા છતાં ચેન્નાઈના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ એક રેકોર્ડ બનાવી લીધો છે. દિલ્હી સામેની મેચ સાથે ધોનીએ ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ,૦૦૦ રન પુરા કરી લીધા છે. 

 

મહેન્દ્રસિંહ ધોની સિદ્ધી મેળવનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બેસ્ટમેન છે. જ્યારે બેસ્ટમેન તરીકે અત્યાર સુધી ૧૮ ખેલાડીઓ સિદ્ધી મેળવી ચુક્યા છે. જેમાં પાંચ ભારતીય બેસ્ટમેનનો સમાવેશ થાય છે. ધોનીએ દિલ્હી સામે ૨૩ બોલમાં ૧૭ રનની ઈનિંગ રમી હતી. દરમિયાન ૧૦મો રન બનાવતાની સાથે ધોનીએ ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ,૦૦૦ રન પુરા કરી લીધા હતા. ટી-૨૦ ક્રિકેટમાં ધોની અત્યાર સુધી ૨૯૦ મેચમાં ,૦૦૭ રન બનાવી ચુક્યો છે. જેમાં ૨૪ અડધી સદી અને ૨૬૫ છગ્ગાઓનો સમાવેશ થાય છે. 
ધોની પહેલા ભારતમાંથી સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સિદ્ધી મેળવી ચુક્યા છે. જ્યારે દુનિયામાં પ્રથમ ક્રમાંકે ક્રિસ ગેલ ચે. જે ૩૩૩ મેચમાં ૧૧૪૩૬ રન બનાવી ચુક્યો છે. તેમજ તેના રેકોર્ડની આસપાસ પણ કોઈ ખેલાડી નજરે પડતો નથી. જયારે ભારત તરફથી સુરેશ રૈના ૨૮૮ મેચમાં ,૭૦૭ રન સાથે પ્રથમ ક્રમાંકે છે. વિરાટ કોહલી ૨૪૧ મેચમાં ,૬૨૧ રન સાથે બીજા, રોહિત શર્મા ૨૮૩ મેચમાં ,૩૦૩ રન સાથે ત્રીજા અને ગૌતમ ગંભીર ૨૫૧ મેચમાં ,૪૦૨ રન સાથે ચોથા ક્રમે છે.

(3:39 pm IST)