ખેલ-જગત
News of Wednesday, 21st April 2021

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે રાષ્ટ્રીય પસંદગીકાર એડ સ્મિથનીકરી હકાલપટ્ટી

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પુરુષ ટીમના ખેલાડીઓની પસંદગી તરફ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડે રાષ્ટ્રીય પસંદગીકારને હટાવ્યા છે. તે પછી હવે મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવૂડની ઇંગ્લેન્ડની ટીમની પસંદગી કરવાની જવાબદારી રહેશે. ઇંગ્લેન્ડની ટીમની પસંદગી માટે સિલ્વરવૂડ કેપ્ટન જો રૂટ અને ઇઓન મોર્ગનની મદદ લેશે. એડ સ્મિથ, જે ત્રણ વર્ષથી રાષ્ટ્રીય પસંદગીકારની ભૂમિકા નિભાવી રહ્યો છે. એપ્રિલના અંતમાં પદ છોડશે.

(6:22 pm IST)