ખેલ-જગત
News of Sunday, 21st April 2019

કોલકતા પર સનરાઈઝની નવ વિકેટે એક તરફી જીત

ડેવિડ વોર્નર અને બેરશોની ઝંઝાવતી બેટીંગ : વોર્નરના ૩૮ બોલમાં ૬૭, બેરશોમાં ૪૩ બોલમાં ૮૦

હૈદરાબાદ, તા. ૨૧ : હૈદરાબાદ ખાતે આજે રમાયેલી આઈપીએલની મેચમાં સનરાઈઝે નવ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા કેકેઆરએ આઠ વિકેટે ૧૫૯ રન કર્યા હતા. જેના જવાબમાં સનરાઈઝ હૈદરાબાદે એક વિકેટે ૧૬૧ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. સનરાઈઝ હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરે માત્ર ૩૮ બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૬૭ રન બનાવ્યા હતા. જ્યારે બેરશોએ ૪૩ બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ ૮૦ રન બનાવ્યા હતા. વિલિયમન્સન આઠ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આજની મેચની મુખ્ય વિશેષતા બેરશો અને વિલિયમ્સનની તોફાની બેટીંગ રહી હતી. કેકેઆરની હારનો સીલસીલો જારી રહ્યો છે. સનરાઈઝ હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિને ફરી એકવાર મજબૂત કરી છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ ઇનિંગ્સઃ

લિન

કો. વિલિયમ્સન બો.અહેમદ

૫૧

નારેન

બો. અહેમદ

૨૫

સુભમન

કો.શંકર બો.અહેમદ

૦૩

રાણા

કો.બેરશો બો.કુમાર

૧૧

કાર્તિક

રનઆઉટ

૦૬

આરકે સિંહ

કો.રશીદ બો.સનદીપ

૩૦

રસેલ

કો.રશીદ બો.કુમાર

૧૫

ચાવલા

કો.બેરશો. બો.રસીદ

૦૪

પૃથ્વીરાજ

અણનમ

૦૦

ચરીઅપ્પા

અણનમ

૦૯

વધારાના

 

૦૫

કુલ

(૨૦ ઓવરમાં ૮ વિકેટ)

૧૫૯

પતન  : ૧-૪૨, ૨-૫૦, ૩-૬૫, ૪-૭૩, ૫-૧૨૪, ૬-૧૩૩, ૭-૧૪૬, ૮-૧૫૦.

બોલિંગ : કુમાર : ૪-૦-૩૫-૨, નદીમ : ૪-૦-૩૦-૦, અહેમદ : ૪-૦-૩૩-૩, સંદીપ : ૪-૦-૩૭-૧, રશીદ : ૪-૦-૨૩-૧.

સનરાઈઝ હૈદરાબાદ ઇનિંગ્સ :

વોર્નર

બો.પૃથ્વીરાજ

૬૭

બેરશો

અણનમ

૮૦

વિલિયમ્સન

અણનમ

૦૮

વધારાના

 

૦૬

કુલ

(૧૫ ઓવરમાં ૧વિકેટે)

૧૬૧

પતન : ૧-૧૩૧.

બોલિંગ : ગુરને : ૨-૦-૧૬-૦, પૃથ્વીરાજ : ૩-૦-૨૯-૧, ચાવલા : ૩-૦-૩૮-૦, નારેન : ૪-૦-૩૪-૦, ચરીઅપ્પા : ૨-૦-૩૪-૦, રસેલ : ૧-૦-૮-૦.

(9:18 pm IST)