આઈપીએલ : પોઈન્ટ ટેબલ
બેંગલોરની ટીમ સામે અનેક નવા પડકારો છે
જયપુર, તા. ૨૧ : જયપુરમાં આવતીકાલે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી વચ્ચે જંગ ખેલાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની રોમાંચક શરૂઆત થયા બાદથી એક પછી એક રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હજુ સુધી કેટલીક ટીમોનો દેખાવ અપેક્ષા મુજબ રહ્યો નથી જ્યારે ચેન્નાઈ સુપરે હંમેશાની જેમ જ જોરદાર દેખાવ જારી રાખ્યો છે. આઈપીએલની શરૂઆત થયા બાદ પ્રથમ તબક્કામાં શ્રેણીબદ્ધ મેચો રમાશે. ત્યારબાદ આગામી તબક્કો શરૂ થશે. આઈપીએલમાં ઉભરતા યુવા ખેલાડીઓને શાનદાર દેખાવ કરવાની તક રહેલી છે. સાથે સાથે દુનિયાભરમાં વિતેલા વર્ષોમાં છવાયેલા ખેલાડીઓ પણ પોતાની તાકાત દર્શાવી રહ્યા છે જેમાં ક્રિસ ગેઇલ, ડેવિડ વોર્નર, મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ થાય છે. બીજી બાજુ વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમ અપેક્ષા મુજબ દેખાવ કરી શકી નથી અને તેની હજુ સુધી પ્રારંભિક તમામ મેચોમાં હાર થઇ છે. જો કે, હજુ વાપસી કરવાની તક રહેલી છે પરંતુ પોઇન્ટ ટેબલમાં હાલમાં છેલ્લા ક્રમાંક ઉપર આ ટીમ રહેલી છે. આઈપીએલમાં પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.
ટીમ |
મેચ |
જીત |
હાર |
પોઈન્ટ |
રનરેટ |
ચેન્નાઈ સુપર કિંગ્સ |
૯ |
૭ |
૨ |
૧૪ |
૦.૧૦૧ |
મુંબઇ ઇન્ડિયન્સ |
૧૦ |
૬ |
૪ |
૧૨ |
૦.૩૫૭ |
દિલ્હી કેપિટલ |
૧૦ |
૬ |
૪ |
૧૨ |
૦.૧૬ |
કિંગ્સ ઇલેવન પંજાબ |
૧૦ |
૫ |
૫ |
૧૦ |
-૦.૦૪૪ |
સનરાઈઝ હૈદરાબાદ |
૮ |
૪ |
૪ |
૮ |
૦.૫૪૯ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
૯ |
૪ |
૫ |
૮ |
૦.૨૫૬ |
રાજસ્થાન રોયલ્સ |
૯ |
૩ |
૬ |
૬ |
-૦.૪૭૪ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર |
૯ |
૨ |
૭ |
૪ |
-૦.૯૩૮ |