ખેલ-જગત
News of Saturday, 21st April 2018

શેન વોર્ને પ્રશંસકોની માફી માંગી !:રાજસ્થાન રોયલ્સના નિરાશાજનક પ્રદર્શન બાદ ફેન્સને ધીરજ રાખવા પણ અપીલ કરી

આગળની બે મેચમાં જીતીને ચાર જીત અને ત્રણ હારની સાથે ટૂર્નામેન્ટની અડધી સફર કરીશું

મુંબઈ :આઈપીએલમાં બે વર્ષના પ્રતિબંધ બાદ ઘરવાપસી કરેલી ચેન્નાઇ સુપરકિંગ્સ અને રાજસ્થાન આ સિઝનમાં પહેલી વખત ટક્કર થઇ હતી પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એશોશિએશનના મેદાન ઉપર રમાયેલી મેચમાં ચેન્નાઇએ રાજસ્થાનને 64 રનના ભારે અંતરથી હરાવ્યું હતું. આમ પોઇન્ટ્સ ટેબલ ઉપર પ્રથમ સ્થાને મેળવ્યું હતું જ્યારે રાજસ્થાન રોયલ્સની પાંચ મેચોમાં આ ત્રીજી હાર છે. રાજસ્થાનની ટીમની આ નિરાશાજનક પ્રદર્શન ટીમના મેંટોર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ને ફેન્સની માફી માંગતા ધીરજ રાખાવની અપિલ કરી છે.
  10 વર્ષ પહેલા આઈપીએલની પહેલી સિઝનમાં પોતાની કેપ્ટનશિપ હેઠળ રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવનાર શેન વોર્ન પોતે જ ટીમની આ મોટી હારથી નિરાશ છે. પોતાની નિરાશાને છૂપાવતા સેન વોર્ને રાજસ્થાન રોયલ્સના ફેન્સ માટે ટ્વિટર ઉપર એક સંદેશો મુક્યો છે.

   વોર્ને લખ્યું છે કે, ‘આ મેચમાં રમતના ત્રણે ડિપાર્ટમેટ્સમાં રાજસ્થાન રોયલ્સની ટીમનું ખુબજ ખરાબ પ્રદર્શન કર્યું છે. એટલા માટે હું ફેન્સની માફી માગું છું. ટીમના ખેલાડીઓ સારો પ્રયત્ન કરે છે જેમાં તેમને સફળતા પણ મળશે. એટલા માટે આશા ન છોડો. પાંચમાંથી ત્રણ મેચ હારવી ઠીક નથી. અમે આગળની બે મેચમાં જીતીને ચાર જીત અને ત્રણ હારની સાથે આ ટૂર્નામેન્ટની અડધી સફર કરીશું.

વોર્ને પોતાની ટીમના ફેન્સને વાયદો કર્યો છે. જોકે, શુક્રવારની મેચમાં જે રીતે રાજસ્થાનની ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. જો એ પ્રકારનું પ્રદર્શન ચાલું રહ્યું તો. વોર્નનો આ વાયદો તૂટી શકે છે.

(6:57 pm IST)