ખેલ-જગત
News of Wednesday, 21st March 2018

BCCI અને ICC ફરી એક વખત આમને-સામને

ચેમ્પિયન્સ ટ્રોફી ૫૦ ઓવરની આ ટુર્નામેન્ટ ટી-૨૦ ફોર્મેટમાં રમાડવામાં આવે અને એ પણ ભારત બહાર રમાડો : ICC* BCCI એ ફાઈનલ કોલકતામાં કરાવવાનો નિર્ણય પણ લઈ લીધો છે

આઈસીસી ૨૦૨૧માં ભારતમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીના ફોર્મેટમાં ફેરફાર કરવા માગે છે, કારણ કે આ નાણાકીય વર્ષ દરમિયાન એને ઘણુ આર્થિક નુકશાન થયુ છે જેની ભરપાઈ કરવા માટે એ પ્રયાસ કરી રહી છે. કેટલાક સભ્યદેશો પણ આઈસીસીને આવુ કરવા માટે દબાણ કરી રહ્યા છે કે ૫૦ ઓવરની આ ટુર્નામેન્ટને ટી-૨૦ ફોર્મેટમાં રમાડવામાં આવે. આ ઘટના બાદ આઈસીસી અને ભારતીય ક્રિકેટ બોર્ડ ફરી એક વાર આમને - સામને આવી શકે છે. આ પહેલા ટેકસમાં છૂટછાટ ન મળવાને કારણે પણ આઈસીસીએ આ ટુર્નામેન્ટનું આયોજન ભારતની બહાર કરાવવાની વાત કરી હતી.

ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ ફોર્મેટમાં ફેરફાર ન થઈ શકે. ચેમ્પિયન્સ ટ્રોફી ભૂતપૂર્વ અધ્યક્ષ જગમોહન દાલમીયાના વિઝનનો એક ભાગ છે. તેમની પાંચમી પૂણ્યતિથિએ એનું આયોજન ભારતમાં થવા જઈ રહ્યુ છે. જો આઈસીસી એને લાગુ કરવાનો પ્રયાસ કરશે તો ક્રિકેટ બોર્ડ એનો વિરોધ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ કલકતામાં કરાવવાનો નિર્ણય પણ ભારતીય ક્રિકેટ બોર્ડે કર્યો છે.

(3:52 pm IST)