ખેલ-જગત
News of Wednesday, 21st March 2018

કાલથી કેપટાઉનમાં ત્રીજો ટેસ્ટ

રબાડા જાણી જોઈને સ્મિથ સાથે ટકરાયો નહોતો, મેચ ફીનો ૨૫ ટકા દંડ યોગ્ય

સ્મિથ સાથે ખભો અથડાવવાના આરોપ સામે સાઉથ આફ્રિકાના બોલરે કરેલી અપીલ બાદ આઈસીસીએ આપી કલીનચીટ : ૬ કલાક સુધી ચાલી સુનાવણી

ચુકાદો આપતા જસ્ટીસ હેરોને કહ્યુ હતું કે હું આ વાતથી સંમત નથી કે સ્મિથ સાથે મેચ દરમિયાન રબાડાએ જાણી જોઈને ખભો અથડાવ્યો હતો. એથી હું એને આચારસંહિતા ૨.૨.૭ માટે જવાબદાર નથી ગણતો. મારા મતે તેના પર આચારસંહિતાની કલમ ૨.૧.૧ના ઉલ્લંઘન બદલ મૂકવામાં આવેલો મેચ ફીનો ૨૫ ટકા દંડ યોગ્ય છે જેને કારણે રબાડા હવે નિયમોના ઉલ્લંઘનના પરિણામોને સારી રીતે જાણી શકશે.

(3:51 pm IST)