News of Wednesday, 21st March 2018
મહિલા ક્રિકેટનું ડોમેસ્ટીક માળખુ મજબૂત થાય ત્યાર બાદ જ IPL : મિતાલી રાજ
ભારતીય મહિલા ટીમની ટેસ્ટ અને વન-ડેની કેપ્ટન મિતાલી રાજે કહ્યું હતું કે પહેલા ડોમેસ્ટીક ક્રિકેટનું મજબૂત માળખુ તૈયાર થાય ત્યારબાદ જ મહિલાઓ માટેની આઈપીએલનો અર્થ સરશે. આઈપીએલ જેવી લીગ માટે સારા ખેલાડીઓની આવશ્યકતા હોય છે. હાલમાં તો મહિલાઓની એ ટીમ માટે અમે સારા ખેલાડીઓ શોધીએ છીએ. પહેલા સારા ખેલાડીઓ તૈયાર થાય ત્યારબાદ જ લીગનો વિચાર સફળ થઈ શકશે.
(3:47 pm IST)