ખેલ-જગત
News of Wednesday, 21st March 2018

રાશીદ ખાનને લીધે અફઘાનિસ્તાનની જીત

રાશીદ ખાનની વેધક સ્પિન બોલીંગને કારણે વર્લ્ડકપ કવોલીફાયરમાં અફઘાનિસ્તાને યુનાઈટેડ આરબ એમીરેટ્સ (યુએઈ)ને પાંચ વિકેટે હરાવ્યુ હતું. રાશીદ ખાને યુએઈની સાથે વિકેટ લેતાની સાથે જ તેણે વન-ડેમાં પોતાની ૧૦૦ વિકેટ પૂરી કરી લીધી છે. તેણે ૪૧ રનમાં લીધેલી પાંચ વિકેટને લીધે યુએઈ ૪૩ ઓવરમાં ૧૭૭ રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. ત્યારબાદ અફઘાનિસ્તાને ૫૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પણ ત્યારબાદ છઠ્ઠી વિકેટ માટે થયેલી ૧૨૪ રનની પાર્ટનરશીપને કારણે એણે વિજયના લક્ષ્યાંકને આંબ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાનારી મેચની વિજેતા ટીમ વર્લ્ડકપ ૨૦૧૯ માટે કવોલીફાય થશે, પણ જો ઝિમ્બાબ્વે યુએઈને હરાવી દે તો એ પણ વર્લ્ડકપ માટે બીજી ટીમનો દાવો કરી શકશે.

(3:46 pm IST)