ખેલ-જગત
News of Wednesday, 7th April 2021

પડિકકલને કોરોના થતાં વિરાટ સાથે ઓપનિંગમાં મોહંમદ અઝરૂદીન આવશે

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરનો યુવા સ્ટાર ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિકકલ કોરોનાગ્રસ્ત થયો છે. બેન્ગલોર તેના સ્થાને મોહમ્મદ અઝહરૂદીને આઇપીએલમાં ડેબ્યુ કરાવી શકે છે.

કોરોનાગ્રસ્ત થવાને લીધે ૯ એપ્રિલે મુંબઇ સામેનીમેચ પડિકકલ મોટા ભાગે ગુમાવશે અને તેના સ્થાને અઝરૂદ્દીનને ટીમમાં સ્થાન મળતાં તે વિરાટ કોહલી સાથે ઓપનિંગમાં ઉતરી શકે છે.

(3:41 pm IST)