ખેલ-જગત
News of Monday, 22nd February 2021

પ્રથમ ટી-૨૦માં ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલીયાને ૫૩૨ને હરાવ્યું

ઓવલઃ ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતી ન્યુઝીલેન્ડને દાવ આપતા ન્યુઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૮૪ રન ફટકાર્યા. કોન્વેએ માત્ર ૫૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૯૯ રનની આતશી પારી રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલીયાની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. ૧૭ ઓવરમાં ૧૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સોઢી-૪, સાઉથી અને બોલ્ટ ૨-૨ અને સેન્ટનરે ૧ વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડે ૫૩ રને પ્રથમ ટી-૨૦ મેચ જીતી લીધો હતો.

(4:34 pm IST)