ખેલ-જગત
News of Tuesday, 13th August 2019

ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા ૬ ઉમેદવારોનું શુક્રવારે ઇન્ટરવ્યુ

કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટિ ઇન્ટરવ્યુ લેશેઃ બેટીંગ-બોલીંગ-ફિલ્ડીંગ કોચની પસંદગી એમએસકે પ્રસાદ કરશે

કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી (સીએસી) ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે શુક્રવારે ૬ શોર્ટ લિસ્ટેડ ઉમદેવારોનું ઇન્ટરવ્યૂ લેશે. આ ઉમેદવારો માઈક હસ્સી, ટોમ મૂડી, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ અને રવિ શાસ્ત્રી છે.

 બીસીસીઆઈએ આ ઉમેદવારોને ઇન્ટરવ્યૂની તારીખ અને ટાઈમની જાણકારી આપી દીધી હતી.

સપોર્ટ સ્ટાફ (બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ)ની પસંદગી મુખ્ય કોચ એમએસકે પ્રસાદ કરશે.

 રવિ શાસ્ત્રી ભારતનો હેડ કોચ બનવા હોટ ફેવરિટ છે. તે હાલમાં ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ છે, આ ટુર પછી તેનો કરાર સમાપ્ત થાય છે. કેપ્ટન વિરાટ કોહલી તેને સપોર્ટ કરતો હોવાથી તે આ રેસમાં અન્ય ઉમેદવારો કરતા આગળ છે. ક્રિકેટ એડવાઈઝરીની કમિટી ઇન્ટરવ્યૂ લીધા પહેલા કોહલીના ઇનપુટ્સ લે તેવી શકયતા ઉજળી છે. તેઓ સ્કાઇપે દ્વારા શાસ્ત્રીનું ઇન્ટરવ્યૂ લેશે.

(3:26 pm IST)