ખેલ-જગત
News of Tuesday, 13th August 2019

કોટીફ કપમાં ઈન્ડિયન વુમન્સ ટીમને સ્પેશ્યલ ટ્રોફી

સ્પેનમાં ચાલી રહેલા કોટીફ કપ ૨૦૧૯માં શાનદાર પ્રદર્શન કરવા બદલ ટુર્નામેન્ટના આયોજકોએ ફૂટબોલની ઈન્ડિયન વુમન્સ ટીમને સ્પેશ્યલ ટ્રોફી આપવાની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં ચાર મેચ રમી હતી જેમાં એ બે મેચ જીતી અને બે હારી હતી. તેઓ આ ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાને પહોંચ્યા હતા.

(2:16 pm IST)