ખેલ-જગત
News of Thursday, 11th July 2019

વિશ્વકપમાં નંબર ૪ ઉપર વિરાટ કોહલી રમતો હતો પરંતુ તે આ જગ્‍યા માટે યોગ્ય ખેલાડી ન શોધી શક્યો

નવી દિલ્હીઃ વર્ષ 2017મા એમએસ ધોનીએ તે કહેતા વનડે અને ટી20ની આગેવાની છોડી હતી કે વિશ્વકપ 2019 પહેલા વિરાટ કોહલીને પોતાની ટીમ બનાવવાની તક મળવી જોઈએ. વિશ્વ કપ 2015થી ટીમ ઈન્ડિયા નંબર 4નો ખેલાડી શોધી રહી છે. તે સમયે ટીમમાં નંબર-4 પર રહાણે રમી રહ્યો હતો. શોધ વિશ્વ કપ 2019ની સેમિફાઇનલ સુધી પૂરી થઈ શકી નથી. 2011ના વિશ્વકપમાં નંબર ચાર પર વિરાટ કોહલી રમતો હતો, પરંતુ તે જગ્યા માટે યોગ્ય ખેલાડી શોધી શક્યો.

અંજ્કિય રહાણે

2015ના વિશ્વ કપ બાદ રહાણેને ઘણા સમય સુધી નંબર ચાર પર તક મળી, પરંતુ તે સ્પિન પિચો પર ઝડપથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો. તે 30-40 રન બનાવતો રહ્યો પરંતુ મોટી ઈનિંગ રમવામાં અસમર્થ રહ્યો હતો. તેના પ્રદર્શનમાં સાતત્ય જોવા મળ્યું. પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને વધુ તક આપી.

અંબાતી રાયડૂ

વર્ષ 2018, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચોથા નંબર પર આવીને રાયડૂએ 81 બોલમાં શાનદાર 100 રન બનાવ્યા. ત્યારબાદ કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે વિશ્વ કપ 2019 પહેલા ભારતીય ટીમ માટે મધ્યમક્રમ બેટિંગની સમસ્યા પૂરી થતી જોવા મળી રહી છે. અંબાતી રાયડૂને તક મળી અને તેનો લાભ તેણે ઉઠાવ્યો. અમે ખુશ છીએ કે ચાર નંબર માટે અમારી પાસે સારો ખેલાડી છે. પરંતુ વિશ્વ કપ પહેલા તેને ટીમમાં જગ્યા આપવામાં આવી. તેના સ્થાને વિજય શંકરને તક આપવામાં આવી. ત્યારબાદ રાયડૂએ નિવૃતીની જાહેરાત કરી હતી.

વિજય શંકર

વિશ્વ કપ પહેલા જે નિર્ણયને લઈને ટીમ મેનેજમેન્ટની ટીકા થઈ, તે હતો વિજય શંકરને નંબર ચાર પર રમાડવાનો નિર્ણય. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે તેને 3D પ્લેયર ગણાવ્યો હતો. તેને વિશ્વકપમાં શરૂઆતમાં તક મળી. શિધર ધવન બહાર થયા બાદ તેને ટીમમાં સ્થાન મળ્યું પણ તે ખાસ કરી શક્યો. આખરે તે પણ ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો હતો.

રિષભ પંત

વિશ્વ કપ પહેલા નંબર ચાર માટે જે નામની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તે દિલ્હીનો યુવા ખેલાડી રિષભ પંત હતો. તેને ટીમમાં સ્થાન મળતા દિગ્ગજોએ નારાજગી વ્યક્ત કરી હતી. વિશ્વ કપ પહેલા તેણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આઈપીએલમાં પણ તે લયમાં હતો. તેને વિજય શંકર બહાર થયા બાદ ટીમમાં તક મળી. તેને શરૂઆત સારી મળી, પરંતુ તેની ઈનિંગમાં તે જવાબદારી જોવા મળી, જે એક પરિપક્વ બેટ્સમેનમાં હોવી જોઈએ. સેમિફાઇનલમાં તે ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.

આ ચાર ખેલાડીઓ સિવાય ટીમે ઘણા પ્રયોગ કર્યાં. તેમાં સુરેશ રૈના, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, પંડ્યા અને ધોનીનું નામ સામેલ છે. આ ચાર નંબરની જંગ ભારતીય ટીમમાં વિશ્વકપ 2019ના અંત સુધી ચાલતી રહી. તેમ છતાં ટીમ આ મોટા સવાલનો જવાબ શોધી શકી નથી અને વિશ્વકપમાં ચોથા સ્થાન પર રહીને પોતાની સફર સમાપ્ત કરી છે. હવે જોવાનું રહેશે કે આખરે મિડલ ઓર્ડરનું આ મહત્વનું સ્થાન કયો ખેલાડી આવીને ભરશે. આશા છે કે ટીમ ઈન્ડિયા આ સ્થાન માટે કોઈ ખેલાડીને શોધી લેશે.

(4:39 pm IST)