ખેલ-જગત
News of Thursday, 14th March 2019

ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટરફાઇનલમાં મેસ્સીના બે ગોલથી પહોંચી બાર્સીલોના

નવી દિલ્હી: લિયોનલ મેસીએ બે ગોલ કર્યા અને ત્યાર પછી બીજા બે ગોલ થતા બાઈલોના ફૂટબોલ કબલ લિયોનને 5-1થી હરાવીને ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગયું છે. ફ્રાન્સમાં છેલ્લા મહિને બન્ને ટીમો વ્હચ્ચે રમાયેલ પહેલા ચરણના મુકાબલામાં ગોલ વગર મેચ ડ્રો રમાઈ હતી. મેસીએ 17 મી મિનિટમાં અને 78 મી મિનિટમાં બે ગોલ કર્યા હતા. તેણે ચેમ્પિયન્સ લીગમાં 108 ગોલ કર્યા છે અને ક્રિસ્ટિઆનો રોનાલ્ડો પાછળ છે, જેમણે 124 ગોલ કર્યા છે. ફિલિપ કોટિન્હોએ (31), ગેરાર્ડ પાઇક (81) અને ઓસ્મેન ડેમ્બલી (86) દ્વારા બાર્સેલોના માટેના ત્રણ અન્ય ગોલ નોંધાવ્યા હતા. 58 મી મિનિટમાં લુકાસ ટોકાર્ટે લીયોન માટે એકમાત્ર ગોલ કર્યો હતો.

 

(5:27 pm IST)