ખેલ-જગત
News of Saturday, 12th January 2019

ઓસ્ટ્રેલિયા ૨૮૮/૫ ભારતની કંગાળ શરૂઆત : ૧૪૫/૪

રતનો નબળો પ્રારંભ : માત્ર ૪ રનમાં ૩ વિકેટ પડી ગઈ'તી બાદ રોહિત - ધોનીએ બાજી સંભાળી : ધોની ૫૧ રને આઉટ

સિડની, તા.૧૨ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડેની સિરીઝનો પ્રથમ વન-ડે આજે રમાઈ રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ દાવ લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૨૮૮ રન બનાવ્યા હતા. કેરે ૨૪, ફીન્ચ ૬, ખ્વાજા ૫૯, સોન માર્શ ૫૪, હેન્ડ્સકોબ ૭૩ રન બનાવેલ જયારે સ્ટોનિકસ ૪૭ તથા મેકસવેલ ૧૧ રને નોટઆઉટ રહ્યા હતા. ભારત વતી ભુવી અને કુલદીપને ૨-૨ જયારે જાડેજાને ૧ વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને આઉટ કરી વન-ડેમાં તેણે તેની ૧૦૦ વિકેટો પૂરી કરી હતી. વન-ડેમાં ૧૦૦ વિકેટ લેનાર ૧૯મો ભારતીય બોલર બન્યો છે. ભારત તરફથી ૧૦૦ વિકેટ લેનાર ૧૩મો ફાસ્ટ બોલર બન્યો છે. ભુવીએ ૯૬ વન-ડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયામાં વન-ડેમાં ધોનીએ કમબેક કર્યુ છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ બેહરેનડોર્ફેએ ડેબ્યુ કર્યુ છે.

ટીમ ઈન્ડિયાએ ૨૮૯ રનના ટાર્ગેટનો પીછો કરતા એકદમ કંગાળ શરૂઆત કરી હતી. ઓપનર ધવન, કેપ્ટન કોહલી અને રાયડુ અનુક્રમે ૦,૩,૦ રને પેવેલીયન પરત ફરતા ભારતે માત્ર ૪ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી.

ઓપનર રોહિત શર્મા અને અનુભવી ધોનીએ ભારતની બાજી સંભાળી ધીમી પણ મક્કમ ગતિએ રન બનાવવાનું શરૂ કર્યુ હતું. ધોની ૫૧ રને આઉટ થતાં ભારતે ૩૨.૨ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૪૧ રન બનાવ્યા છે. રોહિત ૭૫ રને દાવમાં છે. ઓસ્ટ્રેલિયા વતી જેસન બેહરનડ્રોક અને રિચાર્ડસનને ૨-૨ વિકેટ મળી છે. ઉલ્લેખનીય છે કે જબરદસ્ત ધબડકા બાદ એક તબક્કે ભારત ૧૦૦ રન પણ ન કરી શકે તેવું લાગતુ હતું. ૨૦૦૧ બાદ ટીમ ઈન્ડિયા પહેલી વાર પ્રથમ ૧૫ ઓવરમાં એક પણ ચોક્કો ફટકારી શકી ન હતી. આ લખાય છે ત્યારે ભારતે ૩૩ ઓવરમાં ૪ વિકેટે ૧૪૪ રન બનાવ્યા છે. રોહિત ૭૬ અને કાર્તિક બે રને દાવમાં છે.(૩૭.૫)

 

(3:44 pm IST)