ખેલ-જગત
News of Friday, 7th December 2018

સ્ટાર બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ

ચૂંટણી કઈ રીતે યોગ્ય હોય શકે જયારે લોકોનું નામ જ વોટિંગ લીસ્ટથી ગાયબ હોય :જવાલા ગુટ્ટા નારાજ

તેલંગાણાની 119 વિધાનસભા સીટો પર આજે મતદાન થઇ રહ્યું છે.કુલ 2.80 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.તેલંગાણાના ફિલ્મ સ્ટારથી લઈને ઘણા ખેલાડીઓએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો.પરંતુ દેશની સ્ટાર બેડમિન્ટન ખેલાડી નિરાશ જોવા મળી કારણકે તેનું નામ વોટર લીસ્ટથી ગાયબ હતું.

  જ્વાલા ગુટ્ટા ઘ્વારા પોતાની નારાજગી અંગે ટ્વિટર પર જણાવવામાં આવ્યું જ્વાલા ગુટ્ટાએ પહેલા ટવિટ કર્યું કે તેનું નામ વોટર લીસ્ટથી ગાયબ છે. તેના પર તેમને હેરાની વ્યક્ત કરી છે. ત્યારપછી તેને બીજું ટવિટ કર્યું અને જણાવ્યું કે ચૂંટણી કઈ રીતે યોગ્ય હોય શકે જયારે લોકોનું નામ જ વોટિંગ લીસ્ટથી ગાયબ હોય.

  તેલંગાણામાં થઇ રહેલા મતદાન દરમિયાન આજે સવારે બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પૂર્વ બેડમિન્ટન ખેલાડી અને કોચ ગોપીચંદએ પોતાનો વોટ આપ્યો છે. અભિનેતા અલ્લુ અર્જુન પણ વોટ આપવા માટે લાઈનમાં લાગ્યા હતા. અભિનેતા ચિરંજીવી પણ જ્યુબિલી હિલ્સ પોલિંગ બૂથ લાઈન પર વોટ આપવાની રાહ જોતા દેખાયા. તેલંગાણા ચૂંટણી પરિણામ 11 ડિસેમ્બરે આવશે.

(1:06 pm IST)