ખેલ-જગત
News of Thursday, 8th November 2018

કાલથી શરૂ થશે મહિલા ટી-20 વર્લ્ડ કપ

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ પર તારીખ ૯મી નવેમ્બર ને શુક્રવારથી પાંચમા વિમેન્સ ટી-૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ક્રિકેટ વિશ્વની ટોચની ૧૦ ટીમો વચ્ચેના મેગા મુકાબલામાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે રસાકસીભર્યો જંગ જામશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતની મહિલા ટીમ પ્રથમ વખત ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા માટેના દાવેદારોમાં સામેલ છે. જ્યારે આઇસીસી વિમેન્સ ટ્વેન્ટી-૨૦ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતા ઓસ્ટ્રેલિયાની સાથે સાથે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો પણ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં હેવિવેઈટ્સ તરીકે ઉતરશે.ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ઘરઆંગણે ખેલાઈ રહેલા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ડાર્ક હોર્સ મનાય છે. ભારતીય સમય પ્રમાણે તારીખ ૯મી નવેમ્બર ને શુક્રવારે રાત્રે .૩૦ વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમો વચ્ચે સૌપ્રથમ મુકાબલો ખેલાશે. ઉપરાંત ૯મીએ મધરાત બાદ .૩૦ વાગ્યાથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. જ્યારે પરોઢે .૩૦ વાગ્યે (૧૦ નવેમ્બરને શનિવારે) વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે મુકાબલો શરૃ થશે

(2:45 pm IST)