૭ વર્ષ બાદ વિમ્બલ્ડનની કવોર્ટર ફાઈનલમાં નડાલનો પ્રવેશ, જોકોવિચ અને કેઈ નિશિકોરી વચ્ચે થશે ટક્કર
સ્પેનના ટેનિસ ખેલાડી રાફેલ નડાલે ચેક રિપબ્લિકના ઈરી વેસલીને હરાવીને ૭ વર્ષ બાદ પહેલી વખત વિમ્બલ્ડનની કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૧માં નડાલ વિમ્બલ્ડનની ફાઈનલમાં પહોંચ્યો હતો. નડાલે ગઈકાલે પ્રિકવોર્ટર ફાઈનલમાં વેસલીને ૬-૩, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. બીજી તરફ ત્રણ વખત ચેમ્પિયન રહેલા સર્બિયાના નોવાક જોકોવિચે પણ કવોર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે.
નડાલ ૨૦૧૧માં વિમ્બલ્ડનની ફાઈનલમાં જોકોવિચ સામે હારી ગયો હતો. ગઈકાલે જોકોવિચે રશિયાના કેરન કેચાનોવને ૬-૪, ૬-૨, ૬-૨થી હરાવ્યો હતો. ટુર્નામેન્ટની કવોર્ટર ફાઈનલમાં જોકોવિચની ટક્કર જાપાનના કેઈ નિશિકોરી વચ્ચે થશે. જોકોવિચે મેચ બાદ કહ્યું હતું કે હું ખૂબ ખુશ છું, કારણ કે ૧૧મી વખત આ ટુર્નામેન્ટની કવોર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે. (૩૭.૧)