ખેલ-જગત
News of Wednesday, 11th July 2018

પાકિસ્તાનની ટીમના વખાણ કર્યા એટલે ટ્રોલ થયો મોહમ્મદ કૈફ

ટી-૨૦ ટ્રાયેન્ગ્યુલર સિરીઝની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટથી હરાવવા બદલ પાકિસ્તાનની ટીમને દુનિયાભરમાંથી અભિનંદનનાં ટ્વીટ્સ મળી રહ્યા છે. આમાંથી એક ટ્વીટ ભારતના ભૂતપૂર્વ પ્લેયર મોહમ્મદ કૈફનું પણ હતું, જેને કારણે તેને સોશ્યલ મીડીયામાં ટ્રોલ કરી દેવામાં આવ્યો હતો. કૈફે ફકત પાકિસ્તાનની ટીમને સારા પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા, પણ લોકોને આ ગમ્યુ નહોતું. કૈફે લખ્યુ ફાઈનલમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ, ખૂબ સારૂ પ્રદર્શન કર્યુ. ફખર ઝમાને શાનદાર ઈનિંગ્સ રમી, તે મોટી મેચનો પ્લેયર લાગે છે, અભિનંદન. લોકોએ કૈફની ટીકા કરતા લખ્યુ કે તારી પાસેથી આવી આશા નહોતી. અમુક યુઝર્સે તો તેને દેશદ્રોહી પણ કહી નાખ્યો હતો. જો કે એવા લોકો પણ હતા જેમને તેની ટ્વીટમાં કઈ ખોટુ નહોતુ લાગ્યુ.

(3:49 pm IST)