ખેલ-જગત
News of Wednesday, 20th November 2019

ખરાબ સ્વસ્થ્ય હોવા છતા મને મળવા માટે વડાપ્રધાન ઓલીજી તમારો આભાર તમે જલ્દી સ્વસ્થ થાવ નેપાળમાં મળેલા પ્રેમથી ખૂબજ ખુશ છુઃ સચિન તેંડુલકર નેપાળના ૩ દિવસના પ્રવાસે

કાઠમાંડુઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર   યુનિસેફ નેપાળના 'બેટ ફોર બ્રેન ડેવલોપમેન્ટ (brain development in nepal) અભિયાન પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે ત્રણ દિવસીય નેપાળના પ્રવાસ પર છે. સચિન યુનિસેફની એમ્બેસેડર પણ છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેમણે નેપાળની મહિલા ટીમ સાથે મેચ રમી હતી. આ સિક્કિમમાં પશુપતિનાથ મંદિરના દર્શન પણ કર્યા અને પછી નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે મુલાકાત કરી હતી. સચિને ટવીટર પર આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, 'ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં મને મળવા માટે વડાપ્રધાન ઓલીજી તમારો આભાર. તમે જલ્દી સ્વસ્થ થાવ. નેપાળમાં મળેલા પ્રેમથી ખુબ ખુશ છું. ''

(5:31 pm IST)