ખેલ-જગત
News of Wednesday, 20th November 2019

પિન્ક બોલથી રમાનાર ટેસ્ટમાં ભેજ સૌથી મોટો પડકાર રહેશે

કલકત્તાઃ ડે-નાઇટ ટેસ્ટ મેચ સંદર્ભે ભૂતપૂર્વ ઇન્ડિયન પ્લેયર રાહુલ દ્રવિડે કહ્યું કે આ ટેસ્ટ મેચમાં માત્ર પિન્ક બોલ નહીં, સ્ટેડિયમની સુવિધાને પણ ધ્યાનમાં રાખવી જોઇએ. આ વિશે વધુ જણાવતાં દ્રવિડે કહ્યું હતું કે 'અહીં વાત માત્ર ટેસ્ટ ક્રિકેટના નવીનીકરણની નથી. આપણે ફકત એક વાત પર જ ધ્યાન નથી આપવાનું. પિન્ક બોલથી રમાનારી આ ટેસ્ટ મેચમાં ભેજ એ સૌથી મોટો પડકાર છે. દર વર્ષે ભારતમાં ટેસ્ટ મેચ પણ રમાય છે, પણ આ મેચ બોલરો માટે અઘરી સાબિત થઇ શકે છે. બેજિક વસ્તુ જેમ કે ટોઇલેટ, કાર-પાર્કિય, બેઠક-વ્યવસ્થા પણ બરાબર હોવી જોઇએ. આપણે ૨૦૦૧માં કહેતા કે ઇડન ગાર્ડન્સમાં એક લાખ માણસો બેસતા, કારણ કે એ સમયે ઘરે-ઘરે એચડી ટીવી નહોતાં, મોબાઇલ પર મેચ નહોતી જોઇ શકાતી. આ સુવિધાને કારણે હવે દર્શકો માટે સ્ટેડિયમમાં અન્ય સુવિધા પુરી પાડવી મહત્વની છે.'

(4:13 pm IST)