ખેલ-જગત
News of Wednesday, 20th November 2019

સ્મિથને આઉટ કરવા બ્લાઇન્ડ સ્પોટ પર બોલીંગ કરશે પાકિસ્તાન : મિસ્બાહ

બ્રિસ્બેન : પાકિસ્તાનની ટીમ સ્ટીવન સ્મિથને મોટો સ્કોર કરતો અટકાવવાની વ્યૂહરચના બનાવી રહી છે. પાકિસ્તાનના હેડ કોચ મિસ્બાહ-ઉલ-હકનું કહેવું છે કે બ્લાઇન્ડ સ્પોટ પર બોલિંગ કરવાથી સ્મિથને આઉટ કરી શકશે.

ઓસ્ટ્રેલિયા સામે પોતાની ટીમની રણનીતિ વિશે વાત કરતા મિસ્બાહે કહ્યું હતું કે સ્મિથ જે પ્રમાણે બેટીંગ કરે છે એ પ્રમાણે જો અમારા બોલરો લાઇન્ડ સ્પોટ પર બોલીંગ કરે તો તેને રન કરતો અટકાવી શકાય છે. આ ગેમમાં દરેક ખેલાડીઓનો એક બ્લાઇન્ડ સ્પોટ હોય જ છે અને બોલર તરીકે તમને એ જાણવામાં ઘણી ઉત્સુકતા રહે છે. જેથી કરીને તમે એ એરિયામાં બોલ નાખી શકો. અમારા બોલરોએ કન્સિસ્ટન્સી જાળવીને બોલીંગ કરવી પડશે અને તે લોકો હમણા એ રણનીતિને અમલમાં મૂકવાનો જ પ્રયાસ કરી રહ્યા છે. ઇનિંગની શરૂઆતમાં બેટસમેન પર પ્રેશર બનાવવાનુંઅ મારૂ લક્ષ્ય રહેશે.

(4:11 pm IST)