News of Monday, 19th November 2018
લક્ષ્ય સેને બેડમિન્ટનમાં કાંસ્ય પદક જીત્યો : સેમી ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો
ભારતના બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પુરુષ સિંગલ્સ સેમી ફાઈનલ પહોચ્યો હતો. જોકે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. અને કાંસ્ય પદકથી જ સંતોષ માનવો પડ્યો હતો.
ચોથો ક્રમાંકીત લક્ષ્ય સેનને ટોપ સીડ થાઈલેન્ડના કુનલાવુત વિતિદસર્નેએ 1 કલાક 11 મિનિટ સુધી ચાલેલ મેચમાં 20-22, 21-16, 21-13થી હાર આપી હતી. 17 વર્ષના ભારતીય ખેલાડી લક્ષ્યએ પહેલો સેટ ભારે સંઘર્ષ બાદ જીતી લીધો હતો.
(12:49 am IST)