ખેલ-જગત
News of Sunday, 20th October 2019

ભારતના નવ વિકેટે ૪૯૭ રન : રોહિત શર્માની બેવડી સદી

રાંચી ટેસ્ટ મેચમાં ભારત મજબૂત સ્થિતિમાં : રોહિત શર્મા અને રહાણેની વચ્ચે રેકોર્ડ ભાગીદારી નોંધાઈ આફ્રિકાના બે વિકેટ ૯ રન : આફ્રિકા ટીમ પર હજુ સંકટ

રાંચી, તા. ૨૦ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચી ટેસ્ટમાં ભારતની સ્થિતિ અતિ મજબૂત બની ગઈ છે. રોહિત શર્માની બેવડી સદી બાદ રહાણેએ પણ સદી ફટકારી હતી. પ્રથમ દિવસે હિટમેન રોહિત શર્માએ તોફાની સદી ફટકાર્યા બાદ આજે બીજા દિવસે બેવડી સદી પુરી કરી હતી. બીજા દિવસે રહાણેએ પણ ટેસ્ટ કેરિયરની ૧૧મી સદી પુરી કરી હતી. આ વર્ષમાં તેની આ બીજી સદી છે. રોહિત શર્મા અને રહાણેએ શાનદાર બેટિંગ જારી રાખીને ઉલ્લેખનીય ભાગીદારી નોંધાવી હતી. ત્રણ વર્ષના ગાળા બાદ સ્થાનિક મેદાન પર રહાણેએ ટેસ્ટ સદી ફટકારી હતી. રહાણેએ છેલ્લે ભારતમાં ઓક્ટોબર ૨૦૧૬માં સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડની સામે ઇન્દોરના હોલ્કર મેદાન પર આ સદી ફટકારી હતી જેમાં ૧૮૮ રનની ઇનિંગ્સ રમી હતી. આ ભારતીય મેદાન પર તેની ટેસ્ટ કેરિયરની ચોથી સદી હતી જ્યારે આફ્રિકા સામે આ તેની ત્રીજી ટેસ્ટ સદી છે. રહાણેએ ૧૦૦મો રન ૬૯મી ઓવરના પ્રથમ બોલ પર એક રન લઇને પુરી કરી હતી. ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે રોહિત શર્મા ૧૧૭ અને રહાણે ૮૩ રન સાથે રમતમાં હતા. બંનેએ આજે ઇનિંગ્સને આગળ વધારી હતી. ભારતે પ્રથમ સત્રમાં ગઇકાલે ત્રણ વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી પરંતુ આજે પણ બંને બેટ્સમેનોએ ધરખમ બેટિંગ જારી રાખી હતી. રોહિત શર્માએ ૨૧૨ રન બનાવ્યા હતા જેમાં ૨૮ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે જ્યારે રહાણેએ ૧૧૫ રન કર્યા હતા જેમાં ૧૭ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ બંને બેટ્સમેનોની બેટિંગ સામે આફ્રિકાના બોલરો ફ્લોપ રહ્યા હતા. રોહિત શર્મા વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે તે વર્તમાન શ્રેણીમાં ધરખમ દેખાવના કારણે કેટલાક રેકોર્ડ પોતાના નામ ઉપર કરી ચુક્યો છે. રોહિત શર્માએ આજે બેવડી સદી

પુરી કરીને પણ કેટલાક રેકોર્ડ વધુ  પોતાના નામ ઉપર કર્યા હતા. આફ્રિકાના બોલરોને આજે બીજા દિવસે પણ કોઇ ઉલ્લેખનીય સફળતા મળી ન હતી. આજે બીજા દિવસે પણ મેચને વહેલીતકે બંધ કરવાની ફરજ પડી હતી. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતના પ્રથમ દાવમાં ૯ વિકેટે ૪૯૭ રન દાવ ડિકલેરના જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે આફ્રિકાએ બે વિકેટે નવ રન કર્યા હતા. પ્રવાસી આફ્રિકાની ટીમ ૪૮૮ રન પાછળ છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. તે જોતા આવતીકાલે ત્રીજા દિવસે આફ્રિકાની ટીમ ઉપર ફરી એકવાર ફોલોઓનનું સંકટ તોળાઈ રહ્યું છે. શરૂઆતની બંને ટેસ્ટ મેચોમાં ભારતે મોટા અંતરથી જીત મેળવ્યા બાદ વર્તમાન શ્રેણી ૩-૦થી જીતવા માટે ભારતીય ટીમ સંપૂર્ણપણે સજ્જ છે. આવતીકાલની રમત આફ્રિકા માટે નિર્ણાયક રહી શકે છે. જો કે, ભારતીય બોલરોના દેખાવને જોતા આફ્રિકાના બેટ્સમેનો મેદાનમાં વધારે સમય સુધી ટકી શકે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. પ્રથમ દિવસે ખરાબ પ્રકારના કારણે મેચને વહેલીતકે રોકવામાં આવી હતી. રોહિત શર્માએ આજે બેવડી સદી પણ છગ્ગા સાથે પુરી કરી હતી. તેના ધરખમ દેખાવથી ક્રિકેટ ચાહકો રોમાંચિત બનેલા છે. બીજી બાજુ કેપ્ટન વિરાટ કોહલી ગઇકાલે પ્રથમ દિવસે સસ્તામાં આઉટ થયો હતો.

રોહિત-રહાણેની બેટિંગ

રાંચી, તા. ૨૦ : રાંચી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા અને રહાણેની શાનદાર સદી ઉપયોગી સાબિત થઇ છે. બંને બેટ્સમેનોની ની બેટિંગ નીચે મુજબ રહી હતી.

રોહિત શર્મા

રન............................................................... ૨૧૨

બોલ............................................................. ૨૫૫

ચોગ્ગા............................................................. ૨૮

છગ્ગા.............................................................. ૦૬

સ્ટ્રાઇક રેટ.................................................. ૮૩.૧૩

રહાણે

રન............................................................... ૧૧૫

બોલ............................................................. ૧૯૨

ચોગ્ગા............................................................. ૧૭

છગ્ગા.............................................................. ૦૧

સ્ટ્રાઇક રેટ.................................................. ૫૯.૮૯

સ્કોરબોર્ડ

ભારત પ્રથમ દાવ

મયંક

કો. એલગર બો. રબાડા

૧૦

રોહિત શર્મા

કો. લુંગીગીડી બો. રબાડા

૨૧૨

પુજારા

એલબી બો. રબાડા

૦૦

કોહલી

એલબી બો. નોર્જે

૧૨

રહાણે

કો. ક્લાસિન બો. લીન્જે

૧૧૫

જાડેજા

કો. ક્લાસિન બો. લીન્જે

૫૧

સહા

બો. લિન્જે

૨૪

અશ્વિન

સ્ટ. ક્લાસિન બો. પીડટ

૧૪

ઉમેશ

કો. ક્લાસિન બો લીન્જે

૩૧

નદીમ

અણનમ

૦૧

સામી

અણનમ

૧૦

વધારાના

 

૧૭

કુલ

(૧૧૬.૩ ઓવરમાં ૯ વિકેટે ડિક)

૪૯૭

પતન : ૧-૧૨, ૨-૧૬, ૩-૩૯, ૪-૩૦૬, ૫-૩૭૦, ૬-૪૧૭, ૭-૪૫૦, ૮-૪૬૪, ૯-૪૮૨

બોલિંગ : રબાડા : ૨૩-૭-૮૫-૩, લુંગીગીડી : ૨૦-૫-૮૩-૦, નોર્જેઃ ૨૪.૩-૫-૭૯-૧, લીન્જે : ૩૧-૨-૧૩૩-૪, પિડટઃ ૧૮-૩-૧૦૧-૧

આફ્રિકા પ્રથમ દાવ

એલ્ગર

કો. સહા બો. સામી

૦૦

ડિકોક

કો. સહા બો. યાદવ

૦૪

ઝુબેર

અણનમ

૦૦

પ્લેસીસ

અણનમ

૦૧

વધારાના

 

૦૪

કુલ

(૫ ઓવરમાં ૨ વિકેટે )

૦૯

પતન : ૧-૪, ૨-૮.

 

 

બોલિંગ : સામી : ૧-૧-૦-૧, ઉમેશ યાદવ : ૧-૦-૪-૧, નદીમ : ૨-૨-૦-૦, જાડેજા : ૧-૦-૧-૦.

રાંચી ટેસ્ટની સાથે સાથે.....

રાંચી, તા. ૨૦ :ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચી ટેસ્ટમાં ભારતની સ્થિતિ અતિ મજબૂત બની ગઈ છે. રોહિત શર્માની બેવડી સદી બાદ રહાણેએ પણ સદી ફટકારી હતી. પ્રથમ દિવસે હિટમેન રોહિત શર્માએ તોફાની સદી ફટકાર્યા બાદ આજે બીજા દિવસે બેવડી સદી પુરી કરી હતી. બીજા દિવસે રહાણેએ પણ ટેસ્ટ કેરિયરની ૧૧મી સદી પુરી કરી હતી. રાંચી ટેસ્ટની સાથે સાથે નીચે મુજબ છે.

*    રાંચી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા અને રહાણેની ભવ્ય બેટિંગ જોવા મળી

*    રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને ૨૮ ચોગ્ગા અને છ છગ્ગા સાથે ૨૧૨ રન કર્યા

*    રહાણેએ ૧૭ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૧૫ રન કર્યા

*    ત્રીજી વિકેટ ૩૯ રને પડ્યા બાદ રોહિત શર્મા અને રહાણે વચ્ચે ચોથી વિકેટની ભાગીદારીમાં ૩૨૭ રન બન્યા

*    બંને બેટ્સમેનો વચ્ચે ચોથી વિકેટની રેકોર્ડ ભાગીદારી નોંધાઈ

*    રોહિત શર્માએ છગ્ગા સાથે બેવડી સદી પુરી કરી

*    રહાણેએ ટેસ્ટ કેરિયરની ૧૧મી ટેસ્ટ સદી ફટકારી

*    રહાણેએ આ વર્ષે બીજી ટેસ્ટ સદી પુરી કરી છે

*    રહાણેએ અગાઉ ઓગસ્ટ મહિનામાં વેસ્ટઇન્ડિઝ સામે ૧૦૨ રનની ઇનિંગ્સ રમી હતી

*    રહાણેની ત્રણ વર્ષના ગાળા બાદ ઘરઆંગણે સદી આવી છે. આ પહેલા ઓક્ટોબર ૨૦૧૬માં ન્યુઝીલેન્ડની સામે ઇન્દોરના હોલ્કર મેદાન પર સદી ફટકારી હતી

*    દક્ષિણ આફ્રિકાની સામે રહાણેની આ ત્રીજી ટેસ્ટ સદી થઇ છે

*    ચોથી વિકેટની ભાગીદારીમાં બંનેની રેકોર્ડ બેટિંગથી આફ્રિકાના બોલરોમાં નિરાશા ફેલાઈ

*    પ્રથમ દિવસે ખરાબ પ્રકાશના કારણે રમત વહેલીતકે બંધ કરાયા બાદ બીજા દિવસે પણ આવી જ સ્થિતિ સર્જાઈ ગઈ

*    રોહિત શર્માએ વર્તમાન શ્રેણીમાં આફ્રિકા સામે સૌથી વધુ રનનો રેકોર્ડ કર્યો

*    રોહિત શર્મા વર્તમાન શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે ત્રણથી વધુ સદી કરી ચુક્યો છે

*    પ્રથમ દિવસે આફ્રિકાના બોલરોનો ફ્લોપ શો રહ્યા બાદ બીજા દિવસે પણ સ્થિતિ યથાવત રહી

*    ભારતના ૯ વિકેટે ૪૯૭ રનના જવાબમાં આફ્રિકાના બે વિકેટે ૯ રન બનતા હજુ ૪૮૮ રન પાછળ

*    શરૂઆતની બંને ટેસ્ટ મેચો ગુમાવી દીધા બાદ આફ્રિકાની પ્રતિષ્ઠા દાવ પર લાગી

(8:08 pm IST)