News of Saturday, 20th October 2018
ડેનમાર્ક ઓપનઃ સાઇના નેહવાલનો ફાઇનલમાં પ્રવેશ: ટાઇટલ માટે તાઈ જૂ યિંગ સામે ટક્કર
મહિલા સિંગલ્સના સેમીફાઇનલમાં ઈન્ડોનેશિયાની ગ્રિગોરિયા મરિસ્કા તુંનજુંગને હરાવી
કોપનહેગનઃ સાઇના નેહવાલે ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ઈન્ડોનેશિયાની ગ્રિગોરિયા મરિસ્કા તુનજુંગને 21-11, 21-12થી હરાવીને મહિલા સિંગલ્સના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પહેલા પુરૂષ સિંગલ્સના સેમીફાઇનલમાં કિદાંબી શ્રીકાંતને હારનો સામનો કરવો પડ્યો હતો.
સાઇના નેહવાલે સતત બે દિવસમાં જાપાનની બે સ્ટાર ખેલાડીઓ નોજોમી આકુહારા અને અકાને યામાગુચીને હરાવી હતી. તેના આ શાનદાર ફોર્મને જોતા સેમીફાઇનલમાં ગ્રિગોરિયા મરિસ્કા તુનજુંગની વિરુદ્ધ તેને જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી.
(9:04 pm IST)