ખેલ-જગત
News of Saturday, 20th October 2018

હોકી ગોલકીપર આકાશ ચિકતેને પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હી: નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ હોકી ગોલકીપર આકાશ ચિકતેને વર્ષના શરૂમાં પ્રતિબંધિત પદાર્થના પરીક્ષણમાં પોઝિટીવ મેળવ્યા બાદ બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે.આકાશ ચિકતેને નાડાએ 27 માર્ચે અસ્થાયી રીતે નિલંબિત કર્યો હતો અને આઠ ઓક્ટોબરે અંતિમ સુનાવણી બાદ એન્ટી-ડોપિંગ શિસ્તપાત પેનલે તેની પર ન્યૂનતમ બે વર્ષ પ્રતિબંધ લગાવ્યો છે. આકાશ ચિકતેને ટૂર્નામેન્ટ બહાર કરવામાં આવેલ પરીક્ષણમાં પ્રતિબંધિત એનાબોલિક સ્ટેરોયડ નોરૈડ્રોસસ્ટેરોન પોઝિટીવ મળી આવ્યા છે. પરીક્ષણમાં 27 ફેબ્રુઆરીએ બેંગલૂરુમાં સીનિયર હોકી ટીમના શિબિર દરમ્યાન લેવામાં આવ્યો હતો.એજન્સીની વેબસાઇટે પર ગુરુવારે અંતિમ આદેશ અપલોડ કરવામાં આવ્યોય જેમા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડોપ ઉલ્લંઘન જાણી જોઇને કરવામાં આવ્યો હતો. કારણકે તેણે ડાબા પગમાં ઇજા માટે દવા લીધી હતી. ચિકતે સિવાય અન્ય સ્પર્ધાના 6 ખેલાડીઓ ડોપિંગ વિરોધી સંહિતના ઉલ્લંઘન પર ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા કારણકે તે સાબિત કરી શક્યા નથી કે પ્રતિબંધિત પદાર્થ તેમના શરીરમાં કેવી રીતે પહોંચ્યા.રેસલર અમિત, કબડ્ડી ખેલાડી પ્રદીપ કુમાર , વેટ લિફ્ટર નારાયણ સિંહ, એથલીટ સૌરભ સિંહ, બલજીત કૌર અને સિમરજીત કૌર 6 ખેલાડી છે.

(4:28 pm IST)