ખેલ-જગત
News of Tuesday, 20th September 2022

૨૦૦૬માં રિકી પોન્‍ટિંગે સ્‍ટેજ પર શરદ પવાર સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યુ હતું

નવી દિલ્‍હીઃ ફુટબોલર સુનીલ છેત્રી સાથેના રવિવારના બનાવથી વિપરીત કહેવાય એવી એક ઘટના ૨૦૦૬માં ભારતમાં બની હતી. ઓસ્‍ટ્રેલિયાના કેપ્‍ટન રિકી પોન્‍ટિંગ ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં વિજેતા થયા પછી ટ્રોફી સ્‍વીકારવા માટે ટીમ સાથે સ્‍ટેજ પર ગયો હતો ત્‍યારે તેણે મુખ્‍ય અતિથિ અને આ એ સમયના બીસીસીઆઇના પ્રમુખ શરદપવાર સાથે ખરાબ વર્તન કર્યુ હતું.

પવાર હજી તો પોન્‍ટિંગને ટ્રોફી એનાયત કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્‍યારે પોન્‍ટિંગે પવારના ખભા પર હાથ મારીને પોતાને જલદી ટ્રોફી એનાયત કરી દેવા હાથથી ઇશારો કર્યા હતો. જોકે તરત જ પવારે તેને ટ્રોફી સ્‍વીકારવા માટે (કેપ્‍ટનને શોભે એ રીતે) સ્‍ટેજ પર વચ્‍ચે આવવાનું કહીને તેને ઇશારામાં જડબાતોડ જવાબ આપ્‍યો હતો.

(4:14 pm IST)