ખેલ-જગત
News of Thursday, 20th September 2018

દેશમાં રમાશે નવી કબડ્ડી લીગ

ન્યુ કબડ્ડી ફેડરેશન દ્વારા દેશમાં ઇન્ડો ઇન્ટરનેશનલ પ્રીમિયર કબડ્ડી લીગ નામથી એક નવી કબડ્ડી લીગ બનાવવામાં આવી છે, જેનું પ્રસારણ ડીસ્પોર્ટ્સ પર થશે. જે આવતા વર્ષે ૨૬ જાન્યુઆરીથી શરૂ થશે. આ લીગમાં કુલ આઠ ટીમ ભાગ લેશે અને પ૯ મેચ રમાશે. કુલ ૮૨૩ ખેલાડીઓ આ લીગ સાથે જોડાયા છે જેમાંથી ફ્રેન્ચાઇઝી ટીમો ખેલાડીઓની પસંદગી કરશે. આ ઉપરાંત ૮૪ જેટલા વિદેશી ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય કબડ્ડી ફેડરેશને આ નવા ફેડરેશનને હજી સુધી માન્યતા નથી આપી.

(3:10 pm IST)