ખેલ-જગત
News of Thursday, 20th September 2018

હાર્દિકને કમરની ગંભીર ઈજાઃ એશિયા કપમાંથી આઉટ

ભારતનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગઈ કાલે પાકિસ્તાન સામે પોતાની પાંચમી ઓવરનો પાંચમો બોલ ફેંકયા પછી ફોલોઅપમાં પડી જતાં તેને કમરના નીચેના ભાગમાં વાગ્યું હતું. ટીમના ફિઝિયોએ તાત્કાલિક ગ્રાઉન્ડમાં ચકાસ્યા બાદ તેને સ્ટ્રેચરમાં સુવડાવીને પેવેલિયનમાં લઈ જવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમના રિપોર્ટ પ્રમાણે તેની કમરની ઈજા ગંભીર છે. તેની જગ્યાએ મનીષ પાંડેએ ફીલ્ડિંગ કરી હતી. અત્યારે હાર્દિક પંડ્યા ઊભો રહી શકે છે.

(3:09 pm IST)