ખેલ-જગત
News of Tuesday, 20th August 2019

૧૧ સેકન્ડમાં ૧૦૦ મીટર દોડયા પછી વાયરલ થયેલ શખ્સ ટ્રાયલમાં આખરી સ્થાન પર રહ્યો

ખુલ્લા પગે ૧૧ સેકન્ડમાં ૧૦૦ મીટર દોડનાર મધ્યપ્રદેશના રામેશ્વર ગુર્જર ભોપાલમાં સ્પાર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઇ) દ્વારા આયોજીત ટ્રાયલમાં આખરી સ્થાન પર રહ્યો.

 ખેલમંત્રી કિરણ રિજિજૂ દ્વારા એસએઆઇમાં ભરતી કરવાના આશ્વાસન પછી રામેશ્વર ટ્રાયલ માટે પહોંચ્યા હતા. રામેશ્વરએ કહ્યું છે કે તે એક વખત વધુ ટ્રાયલ આપશે.રામેશ્વરએ કહ્યું કે ટ્રાયલ દરમ્યાન મારી પીઠમાં દર્દ થતુ હતુ.

(10:23 pm IST)