ખેલ-જગત
News of Tuesday, 20th August 2019

ભારતીય દિવ્યાંગ તરવૈયા સત્યેન્દ્ર સિંહ લોહિયાએ રચ્યો ઇતિહાસ :માત્ર 11,34 કલાકમાં કોટાલીની ચેનલ પાર કરી

ચેનલને પાર કરનારો એશિયાનો પ્રથમ દિવ્યાંગ તરણવીર બન્યો

નવી દિલ્હી ;ભારતીય  દિવ્યાંગ તરવૈયા સત્યેન્દ્ર સિંહ લોહિયાએ માત્ર 11:34 કલાકમાં યુ.એસ.માં 42 કિ.મી.ની કેટાલીના ચેનલમાં તરીને પાર કરીને ઇતિહાસ રચ્યો છે. સત્યેન્દ્ર મધ્યપ્રદેશના ગ્વાલિયરના વતની છે અને આટલા ટૂંકા સમયમાં આ ચેનલને પાર કરનારો એશિયાનો પ્રથમ દિવ્યાંગ તરણવીર બની ગયો છે.

  કેટલિના ચેનલમાં પાણીનું તાપમાન લગભગ 12 ડિગ્રી છે. આવી સ્થિતિમાં સતત તરવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ સત્યેન્દ્રએ આ પડકાર સ્વીકારીને તેને પાર કરી દેશ અને મધ્યપ્રદેશનું નામ રોશન કર્યું છે સાથે જ પાણીમાં શાર્ક માછલીઓનો હુમલો થવાનો ભય પણ છે. સત્યેન્દ્ર સાથે દેશના 5 લોકો સામેલ થયા હતા

    સત્યેન્દ્રએ કહ્યું કે કેટાલિના ચેનલને પાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. દિવસ દરમિયાન ભારે પવનથી બચવા માટે કોઈએ રાત્રે તરવાનું શરૂ કરવું પડશે. આમાં કોઈપણ પ્રકારની ઉંડાઈનો અંદાજ નથી લગાવી શકાતો. અને ત્યાં અનેક પડકારો છે, પરંતુ સત્યેન્દ્ર આ બધા પડકારોને વટાવી ગયો છે અને સફળતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

(8:52 pm IST)