ખેલ-જગત
News of Tuesday, 20th August 2019

પ્રો કબડ્ડી લીગ-7: યુપી યોદ્ધાએ જયપુરને 32-24થી હરાવી

નવી દિલ્હી:સોમવારે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે સોમવારે યુપી યોદ્ધાએ પ્રો કબડ્ડી લીગ (પીકેએલ) ની સાતમી સિઝનમાં જયપુર પિંક પેન્થર્સને 31-24થી હરાવી હતી.નવ મેચ બાદ યુપીની આ ત્રીજી જીત છે અને તે 22 પોઇન્ટ સાથે આઠમાં પહોંચી છે. જયપુરની આ બીજી હાર છે અને ટીમ 31 પોઇન્ટ સાથે ટોચનું સ્થાન ધરાવે છે.યુપી તરફથી સુરેન્દ્ર ગિલે આઠ પોઇન્ટ મેળવ્યા હતા જ્યારે કેપ્ટન દિપક હૂડાએ જયપુર પિંક પેન્થર્સ તરફથી નવ પોઇન્ટ મેળવ્યા હતા.પહેલા હાફમાં યુપી યોદ્ધાની ટીમ 16-10થી આગળ હતી. ટીમે બીજા હાફમાં પોતાની લીડ જાળવી રાખી અને વિજય મેળવ્યો.યુપીને રેડ્સમાંથી 18, ટેકલમાંથી 11 અને ઓલઆઉટમાંથી બે મળી. જયપુરને રેડના 11 અને ટેકલના નવ પોઇન્ટ મળ્યા છે.

(5:57 pm IST)