ખેલ-જગત
News of Tuesday, 20th August 2019

સલેમ ઓપન એટીપી ટુર્નામેન્ટથી બહાર બોપન્ના-નિકોલસ

નવી દિલ્હી: ભારતની જોડી રોહન બોપન્ના અને દિવિજ શરણને રવિવારે સાઉથ કેરોલિનામાં  717,955 વિન્સ્ટન સાલેમ ઓપન એટીપી 250 ટૂર્નામેન્ટમાં ડબલ્સના પહેલા રાઉન્ડમાં અમેરિકન જોડી નિકોલસ મુનરો અને ટેનિસ સેન્ડગ્રેનથી બહાર થઈ ગઈ હતી.મુનરો-સેન્ડગ્રેન જોડીએ માત્ર 54 મિનિટમાં ભારતીય જોડીને સતત સેટમાં 6-3, 6-3થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.બોપન્ના અને શરણની જોડીએ આ પ્રદર્શનથી 40 પોઇન્ટ મેળવ્યા.

(5:55 pm IST)