ખેલ-જગત
News of Tuesday, 20th August 2019

એશીઝ સીરીઝ : ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડ ટીમ જાહેર

ઓસ્ટ્રેલિયા સામે એશીઝ સીરીઝના લીડ્સમાં રમાવનાર ત્રીજી ટેસ્ટ મેચ માટે યજમાન ઇંગ્લેન્ડે ૧૨ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ મુજબ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન હજુ પણ પિંડલીની ઇજાથી બહાર આવી શક્યા નથી.તે  બીજી ટેસ્ટમાં બહાર રહ્યા બાદ ત્રીજી ટેસ્ટમાં પણ જગ્યા બનાવી શક્યા નથી. બીજી ટેસ્ટમાં તેમની જગ્યાએ જોફ્રા આર્ચરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમને પોતાની ઝડપ અને બોલિંગથી પ્રભાવિત કર્યા છે.

  ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અનુસાર, જેમ્સ એન્ડરસન રિહાઇબિલિટેશનની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યા છે. તે ૨૦ ઓગસ્ટથી નોર્ધન ક્રિકેટ ક્લબ પર લિસેસ્ટરશાયર સામે લંકાશાયર સેકેન્ડ ઈલેવન માટે મેદાન પર ઉતરશે. તેમાં તેમના પ્રદર્શનના આધારે આ નિર્ણય લેવામાં આવશે કે, ઓલ્ડ ટ્રેફર્ડમાં ૪ સપ્ટેમ્બરથી થનારી ચોથી ટેસ્ટ મેચ માટે તેમને ટીમમાં પસંદ કરવામાં આવશે અથવા નહીં.

  લોર્ડસ ટેસ્ટમાં મોઈન અલીના વિકલ્પ તરીકે ટીમમાં સાલે કરવામાં આવેલ જૈક લીચે પોતાની જગ્યા જાળવી રાખી છે. જેક લીચે બીજી ટેસ્ટમાં ચાર વિકેટ લીધી હતી. તેમને પાંચમાં દિવસની પીચનો સારો ઉપયોગ કર્યો અને જોફ્રા આર્ચરની સાથે ટીમના સફળ બોલ રહ્યા છે. ઇંગ્લેન્ડના પસંદગીકર્તાઓએ ઓપનર જેસન રોય પર ભરોસો વ્યક્ત કર્યો છે. તેમ છતાં જેસન રોય પોતાના અત્યાર સુધીના પ્રદર્શનથી ખાસ પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યા છે. તેમને બે મેચમાં દસની એવરજથી ૪૦ રન બનાવ્યા છે.

ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ આ પ્રકાર છે : જો રુટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, સૈમ કુરેન, જો ડેનલી, જૈક લીચ, જેસન રોય, બેન સ્ટોક્સ, ક્રીસ વોક્સ

(11:55 am IST)