ખેલ-જગત
News of Monday, 20th August 2018

ત્રીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 521 રનનો લક્ષ્યાંક

કોહલીએ શાનદાર સદી ફટકારી ;હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર દેખાવ ;અણનમ 53 રન ઝૂડ્યા

 

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે પોતાની બીજી ઈનિંગ 352-7 પર જાહેર કરી હતી. સાથે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હાર્દિક પંડ્યા 52 રન બનાવી અણનમ રહ્યાં હતાં

અગાઉ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની 23મી સદી ફટકારી હતી. સુકાની તરીકે તેમની 16મી અને શ્રેણીમાં બીજી સદી છે. તેમણે લૉડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં 149 રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડના આદિલ રશીદે 3 વિકેટ લીધી હતી.

કોહલીએ ઈનિંગમાં 63 રન બનાવવાની સાથે શ્રેણીમાં 400 રન બનાવી લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો. તેમણે અગાઉ 149, 51, 17, 23 અને 93 રનની ઈનિંગ રમી હતી. કોહલીએ ચેતેશ્વર પૂજારા સાથે મળી ત્રીજી વિકેટ માટે 113 રન જોડ્યા હતાં. પૂજારાએ 72 રન બનાવ્યા છે

  અગાઉ બીજા દિવસ સુધીની રમતમાં ભારતે 2 વિકેટે 124 રન બનાવ્યા હતાં. શિખર ધવને 44 અને લોકેશ રાહુલે 36 રન બનાવ્યા છે. પ્રથમ ઈનિંગમાં ભારતના 329 રનના જવાબમાં ઈંગ્લેન્ડ 161 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે સૌથી વધારે 37 રન બનાવ્યા હતાં

 . હાર્દિક પંડ્યાએ પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા હતાં. પહેલી તક છે, જ્યારે પંડ્યાએ પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી હતી.

(11:31 pm IST)