News of Monday, 20th August 2018
ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમનો ગોલ્ડ ડ્રિમ
નવી દિલ્હી:એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારત ક્યારેય કબડ્ડીનો ગોલ્ડ મેડલ હાર્યું નથી અને આ વખતે પણ ભારતની પુરુષ અને મહિલા ટીમોએ પ્રભાવશાળી જીત સાથે મિશન ગોલ્ડ મેડલનો પ્રારંભ કર્યો હતો.
ભારતીય પુરુષ ટીમે પ્રથમ મુકાબલામાં બાંગ્લાદેશ સામે ૫૦-૨૧ના મોટા માર્જિનથી જીત મેળવી હતી. જે પછી આજે રમાયેલી બીજી ગૂ્રપ મેચમાં ભારતીય પુરુષ ટીમે ૪૪-૨૮થી શ્રીલંકાને કચડી નાંખ્યું હતુ. ભારતની મહિલા કબડ્ડી ટીમે પણ વિજયી શુભારંભ કરતાં જાપાન સામેની મેચ ૪૩-૧૨થી જીતી હતી.
(3:43 pm IST)