ખેલ-જગત
News of Saturday, 20th July 2019

બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે શ્રીલંકા ટીમનું એલાન

નવી દિલ્હી: શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે યોજાનાર ઘરેલુ વનડે સિરીઝ માટે દિમૂઠ કૃનતને કપ્તાન પસંદ કરીને 22 સભ્યોની જાહેરાત કરી છે. શ્રીલંકાએ ત્રણ વનડે મેચોની સિરીઝ માટે બાંગલાદેશની મેજબાની કરવાની છે સિરીઝની પહેલી મેચ 26 જુલાઈના, બીજી મેચ 28 જુલાઈના અને ત્રીજી 31 જુલાઈના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવાની છે. ટીમમાં દીમુથ  કરુણારત્ને(કપ્તાન),કુશળ પરેરા, અવિશ્કા ફર્નાડો,કુશળ મેડીસ,એન્જેલો મેથ્યુસ,લાહિરૂ થિરિમાને,શેહન જયસૂર્યા,ધનંજય ડી સિલ્વા,નિરોશન દીકવેળા, દાનિષ્ક ગુનાતીલકે,દાનુસ શનાકા, વાહિન્દુ હસરંગા, અકિલા ધનંજય, અમીલા આપોનસો,લક્ષ્મણ સંદકન, લસિથ મલિંગા,નુવાન પ્રદીપ,કશું રજીથા,લાહિરૂ કુમાર,થિસારા પરેરા,ઇસુરુ ઉડાન અને લાહિરૂ મડુંસંડાનો સમાવેશ કર્યો છે.

(5:24 pm IST)