ખેલ-જગત
News of Saturday, 20th July 2019

વિન્ડીઝ પ્રવાસ માટે આવતીકાલે ભારતીય ટીમની પસંદગી

કેપ્ટન વિરાટ કોહલી બેઠકમાં હાજરી આપશે : પસંદગીકાર એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પાંચ સભ્યોની પસંદગી સમિતીની મુંબઇમાં અતિ મહત્વની બેઠક યોજાશે

મુંબઇ,તા. ૨૦ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની આવતીકાલે પસંદગી કરવામાં આવનાર છે. દેશના વાણીજ્ય પાટનગર મુંબઇમાં આ બેઠક મળનાર છે. પસંદગીકારોના અધ્યક્ષ એસએસકે પ્રસાદના નેતૃત્વમાં પાંચ સભ્યોની પસંદગી સમિતીની બેઠકમાં કેટલાક પાસા પર નિર્ણય કરવામાં આવનાર છે. એમએસ ધોનીએ બે મહિના સુધી ઉપલબ્ધ નહીં રહેવાની જાહેરાત કર્યા બાદ હવે વિકેટકિપર તરીકે પંતની પસંદગી નિશ્ચિત દેખાઇ રહી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આવતીકાલે યોજાનાર પસંદગીકારોની મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપનાર છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે આવતીકાલે ભારતીય ટીમની પસંદગી કરનાર છે. પાંચ સભ્યોની પસંદગીકારો મળનાર છે. ભારતીય ટીમ ત્રીજી ઓગષ્ટના દિવસે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસને શરૂ કરનાર છે. બેઠકને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. એકમાત્ર ઝડપી બોલર જશપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે.

 બીજી બાજુ મહેન્દ્ર સિંહ ધોનીને બે મહિના માટે આરામ આપવામાં આવી શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પીઠમાં દુખાવાના કારણે પરેશાન છે. તમામની નજર પસંદગીકારોની બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે.આવતીકાલે પાંચ સભ્યોની પસંદગી સમિતી દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વિન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની પસંદગી કરવામાં આવનાર છે. કેરેબિયન પ્રવાસ એક મહિના સુધી ચાલનાર છે. ત્રીજી ઓગસ્ટથી લઇને ચોથી સપ્ટેમ્બર દરમિયાન આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને ત્રણ ટ્વેન્ટી મેચો રમશે.  જસપ્રિત બુમરાહ, વિરાટ કોહલી અને અન્ય કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવે છે કે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. જો કે તમામ મોટા ખેલાડીઓએ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કેટલાક એવા હેવાલ પણ આવી રહ્યા છે કે કોહલી અને બુમરાહને વનડે, ટ્વેન્ટી અને ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવનાર છે.

  રોહિત શર્માને પણ આરામ આપવામાં આવી શકે છે. શિખર ધવન અને વિજય શંકરના સંબંધમાં કોઇ માહિતી મળી શકી નથી. ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કેટલાક મુદ્દા પર મતભેદો પણ છે. વિશ્વ કપમાં અપેક્ષા કરતા નબળો દેખાવ સેમીફાઇનલમાં રહ્યા બાદ નિરાશા ચોક્કસપણે રહેલી છે.  આઈપીએલની જુનિયર ટીમ મુંબઈ ઇન્ડિયન્સ માટે ૧૦ મેચો રમનાર અને વર્લ્ડકપમાં સામેલ થયા બાદ જસપ્રિત બુમરાહ વનડે અને ટ્વેન્ટી ટીમમાં રમ્યો ન હતો પરંતુ તે પણ ટેસ્ટ મેચમાં રમવા માટે ઇચ્છુક છે.

હાર્દિક પંડ્યા પણ હાલ અસ્વસ્થ થયેલો છે જેથી સિરિઝના પ્રથમ હિસ્સામાં તે સામેલ રહેશે નહીં પરંતુ વર્લ્ડકપ રમી ચુકેલા બાકી ખેલાડીઓ વિન્ડિઝમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. બેઠકમાં કોઇ યુવા ખેલાડીઓને તક મળશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે.

(7:35 pm IST)