ખેલ-જગત
News of Saturday, 20th July 2019

હું નથી સમજતો કે બન્‍ને ટીમો વચ્‍ચે ખૂબ ઓછા અંતર બાદ આ રીતે ટાઇટલનો નિર્ણય યોગ્‍ય હતોઃ ઇંગ્‍લેન્‍ડના કેપ્‍ટન ઇયોન મોર્ગન વિશ્વકપ જીતવા છતાં ખુશ નથી

લંડનઃ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને સ્વીકાર્યું કે, જે રીતે વિશ્વ કપ-2019નું સમાપન થયું તે યોગ્ય નહતું. યજમાન ટીમે બાઉન્ડ્રીના આધાર પર ન્યૂઝીલેન્ડને પરાજય આપીને પ્રથમ વખત ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ફાઇનલમાં નિર્ધારિત 50 ઓવર અને સુપર ઓવર બાદ પણ બંન્ને ટીમનો સ્કોર બરાબર હતો.

'ધ ટાઇમ્સે' મોર્ગનના હવાલાથી જણાવ્યું, 'હું નથી સમજતો કે બંન્ને ટીમો વચ્ચો ખુબ ઓછા અંતર બાદ આ રીતે ટાઇટલનો નિર્ણય કરવો યોગ્ય હતો. હું નથી સમજતો કે એવી એક ક્ષણ હતી કે તમે કહી શકો કે તેને કારણે મેચમાં હારનો સામનો કરવો પડ્યો. મુકાબલો બરાબરીનો હતો.'

મોર્ગને કહ્યું, 'હું ત્યાં હતો અને હું જાણતો હતો કે શું થયું. પરંતુ હું આંગળી ચીંધીને તે ન જણાવી શકું કે ક્યાં મેચ જીતી કે હારી. હું નથી સમજતો કે વિજેતા બનવાથી આ સરળ થઈ ગયું છે. જાહેર છે કે હારનો સામનો કરવો વધુ મુશ્કેલ હોત.'

તેણે કહ્યું, 'મેચમાં કોઈ એવી ક્ષણ નહતી કે અમે કહી શકીએ તે અમે જીતના હકદાર હતા. મેચ ખુબ રોમાંચક રહી.' ઈંગ્લેન્ડની ટીમ ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ રમશે.

(4:49 pm IST)