ખેલ-જગત
News of Saturday, 20th July 2019

ઈન્ડોનેશિયન ઓપન : સિંધુ રોચક મેચ બાદ ફાઈનલમાં

ચેનને હરાવી સિંધુ રોચક ફાઈનલમાં પ્રવેશી ગઈ : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ રોચક પ્રથમ વખત મોટી સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશી : ચાહકો ભારે ઉત્સાહિત

નવી દિલ્હી,તા. ૨૦ : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુએ ઈન્ડોનેશિયન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની ફાઈનલમાં આગેકુચ કરી લીધી છે. આજે મહિલાઓની સિંગલ ફાઈનલમાં પ્રવેશ કરી લેતા ભારતીય ચાહકોમાં ઉત્સુક્તા વધી ગઈ છે.

 સિન્ધુએ સેમિફાઈનલ મેચમાં ચીનની શક્તિશાળી ખેલાડી ચેન યુફીને સીધા સેટોમાં ૨૧-૧૯ અને ૨૧-૧૦થી હાર આપી હતી. આ વર્ષે પ્રથમ વખત આવુ બન્યુ છે જ્યારે કોઈ મોટી સ્પર્ધામાં સિન્ધુ ફાઈનલમાં પહોંચી છે. હવે જકાર્તામાં યોજાઈ રહેલી આ સ્પર્ધાની ફાઈનલમાં સિન્ધુની ટક્કર જાપાનની અકાને યામાગુચી સામે થશે. ૪૬ મિનિટ સુધી ચાલેલી મેચમાં રિયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીતનાર સિન્ધુએ પ્રથમ ગેમમાં મુશ્કેલી અનુભવ કર્યા બાદ શાનદાર રમત રમી હતી. સિન્ધુએ ૨૬ મિનિટમાં પ્રથમ સેટ પોતાના નામ ઉપર કરી લીધા બાદ બીજા શેટમાં પણ જોરદાર રમત રમી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં પીવી સિન્ધુનો દેખાવ આ વખતે જોરદાર રહ્યો છે. તેની પાસેથી ભારતીય ચાહકો હવે ઇન્ડોનેશિયન ઓપનમાં સિંગલ સ્પર્ધા જીતવાની આશા રાખી રહ્યા છે. સિન્ધુની સેમિફાઈનલમાં જે રીતે રમત રહી છે તે જોતા જાપાનની યામાગુચી સામે પણ જોરદાર પડકાર ફેકી તેવી શક્યતા છે. પીવી સિન્ધુ છેલ્લા કેટલાક સમયથી જોરદાર દેખાવ કરીને તમામનુ ધ્યાન ખેચી રહી છે.

ચેનને હરાવી ફાઈનલમાં કુચ કરી લીધા બાદ ફાઈનલ મેચમાં તમામની નજર રહેશે. હાલના દિવસોમાં પીવી સિન્ધુ સાયના નેહવાલ કરતા પણ વધુ સારી રમત રમીને ભારતના બેડમિન્ટન પ્રેમીઓનુ ધ્યાન ખેચી રહી છે. દુનિયાની પાંચમી ક્રમની ખેલાડી સિન્ધુએ આ પહેલા વિશ્વની બીજી ક્રમની ખેલાડી જાપાનની ઓકુ હારા પર જીત મેળવી હતી.

(7:32 pm IST)