ખેલ-જગત
News of Thursday, 20th June 2019

૫૪ બોલમાં ફકત ૬ રન બનાવી વિમેન્સ ટીમ ઓલઆઉટ

પાંચ રન તો એકસ્ટ્રા હતા : હરીફ ટીમે ચાર બોલમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો

નવી દિલ્હી : આફ્રિકાના એક દેશના રવાન્ડામાં રવાન્ડા અને માલીની વિમેન્સ ટીમો વચ્ચે ટી-૨૦ મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલી બેટીંગ કરવા માટે ઉતરેલી માલીની ટીમ માત્ર ૫૪ બોલ રમીને કુલ ૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં પણ પાંચ રન એકસ્ટ્રાના હતા. એક માત્ર રન ઓપનર ખેલાડી મરીયર સમાકેએ બનાવ્યો હતો. એ પછી રવાન્ડાની ટીમે ચાર બોલમાં જ ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ક્રિકેટમાં ચીનનો ઓછામાં ઓછા રનને રેકોર્ડ તૂટી ગયો હતો. ચીનની મહિલા ટીમ ટી-૨૦ ક્રિકેટમાં ૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

(11:27 am IST)