ખેલ-જગત
News of Thursday, 20th June 2019

અફઘાનિસ્તાનની ટીમના ખેલાડીઓએ રેસ્ટોરન્ટમાં મારામારી કરી

મેન્ચેસ્ટર : વર્તમાન વર્લ્ડકપમાં પાંચમાંથી પાંચ મેચ હારનાર અફઘાનિસ્તાનના ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચની આગલી રાતે મેન્ચેસ્ટરમાં એક રેસ્ટોરામાં ગયા હતા. જયાં કોઈ વ્યકિત તેમનો વિડીયો બનાવી રહ્યો હતો અને એ જોઈને અફઘાનિસ્તાનના ખેલાડીઓ ઉશ્કેરાઈ ગયા હતા. વાત મારામારી સુધી પહોંચી ગયા બાદ કોઈએ પોલીસને જાણ કરી હતી. આ ઝઘડામાં કોઈને ઈજા થઈ નથી અને હજી સુધી કોઈની ધરપકડ પણ કરવામાં આવી નથી. પોલીસે પૂછપરછ ચાલુ રાખી છે.

(11:27 am IST)