ખેલ-જગત
News of Sunday, 20th May 2018

આઇપીએલ-૧૧ના પરિણામ

હૈદરાબાદની નબળી રમતથી ચાહકો હતાશ

       દિલ્હી, તા. ૨૦ : ઇન્ડિયન પ્રિમિયર લીગની શનિવારના દિવસે બે મેચોના પરિણામ ખુબ જ રોમાંચકારી રહ્યા હતા. સૌથી વધુ મેચો જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી સનરાઈઝ હૈદરાબાદ ટીમની હાર થતાં લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. બીજી બાજુ સનરાઈઝના બેટ્સમેનો જે રીતે છેલ્લી ઓવરમાં વિકેટ ફેંકી રહ્યા હતા તેને લઇને ચાહકો આશ્ચર્યચકિત પણ છે. ઘણા ક્રિકેટ ચાહકોમાં ફિક્સિંગને લઇને પણ ચર્ચા થઇ હતી. છેલ્લી મેચોમાં જે રીતે ચેન્નાઈ સુપર અને હૈદરાબાદે નબળી રમત રમી તે જોતા તમામને આશ્ચર્ય થયું છે.

*    સાતમી એપ્રિલના દિવસે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપરે મુંબઇ ઇન્ડિયન્સ પર એક વિકેટે જીત મેળવી લીધી હતી. આ મેચ મુંબઇ ખાતે રમાઇ હતી

*    આઠમી એપ્રિલના દિવસે રમાયેલી બીજી મેચમાં દિલ્હી ડેરવેવિલ્સ પર કિગ્સ ઇલેવન પંજાબે મોહાલીમાં જીત મેળવી હતી. આ જીત છ વિકેટથી રહી હતી.

*    આઠમી એપ્રિલના દિવસે રમાયેલી ત્રીજી મેચમાં કોલકત્તામાં બેંગલોર પર નાઇટ રાઇડર્સે ચાર વિકેટે જીત મેળવી હતી

*    નવમી એપ્રિલના દિવસે રમાયેલી ચોથી મેચમાં હૈદરાબાદ ખાતે સનરાઇઝે રાજસ્થાન રોયલ્સ પર નવ વિકેટે જીત મેળવી લીધી હતી

*    દસમી એપ્રિલના દિવસે રમાયેલી પાંચમી મેચમાં ચેન્નાઇ ખાતે કોલકત્તા પર ચેન્નાઇએ પાંચ વિકેટે જીત મેળવી હતી

*    ૧૧મી એપ્રિલના દિવસે જયપુરમાં દિલ્હી પર રાજસ્થાને ૧૦ રને જીત મેળવી હતી

*    ૧૨મી એપ્રિલના દિવસે સાતમી મેચમાં હૈદરાબાદ ખાતે મુંબઇ પર સનરાઇઝે એક વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૩મી એપ્રિલના દિવસે રમાયેલી આઠમી મેચમાં પંજાબ પર બેંગલોરે ચાર વિકેટે  શાનદાર જીત મેળવી લીધી હતી

*    ૧૪મી એપ્રિલના દિવસે રમાયેલી નવમી મેચમાં મુંબઇ ખાતે મુંબઇ પર દિલ્હીએ સાત વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૪મી એપ્રિલના દિવસે કોલકત્તામાં રમાયેલી દસમી મેચમાં કોલકત્તા પર સનરાઇઝે પાંચ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૫મી એપ્રિલના દિવસે બેંગ્લોરમાં રમાયેલી ૧૧મી મેચમાં બેંગલોર પર રાજસ્થાને ૧૯ રને જીત મેળવી હતી

*    ૧૫મી એપ્રિલના દિવસે મોહાલીમાં રમાયેલી ૧૨મી મેચમાં પંજાબે ચેન્નાઇ પર ચાર રન જીત મેળવી લીધી હતી

*    ૧૬મી એપ્રિલના દિવસે કોલકત્તામાં દિલ્હી પર ૧૩મી મેચમાં કોલકત્તાએ ૭૧ રને જીત મેળવી લીધી હતી

*    ૧૭મી એપ્રિલના દિવસે  ૧૪મી મેચમાં મુંબઇમાં મુંબઇએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર ૪૬ રને જીત મેળવી લીધી હતી

*    ૧૮મી એપ્રિલના દિવસે  ૧૫મી મેચમાં જયપુરમાં કોલકાતાએ રાજસ્થાન રોયલ્સ પર સાત વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૯મી એપ્રિલના દિવસે  ૧૬મી મેચમાં પુણેમાં કિંગ્સ ઇલેવન પંજાબની સનરાઇઝ હૈદરાબાદ પર ૧૫ રને જીત મેળવી લીધી હતી

*    ૨૦મી એપ્રિલના દિવસે  ૧૭મી મેચમાં કોલકાતામાં ચેન્નાઈ સુપર કિંગ્સની રાજસ્થાન રોયલ્સ ઉપર ૬૪ રને જીત મેળવી લીધી હતી

*    ૨૧મી એપ્રિલના દિવસે  ૧૮મી મેચમાં કોલકાતામાં કોલકાતા સામે પંજાબની નવ વિકેટે જીત

*    ૨૧મી એપ્રિલના દિવસે  ૧૯મી મેચમાં બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સની દિલ્હી ઉપર છ વિકેટે જીત

*    ૨૨મી એપ્રિલના દિવસે હૈદરાબાદમાં સનરાઇઝ પર ચેન્નાઇ સુપરની ચાર રને જીત થઇ

*    ૨૨મી એપ્રિલના દિવસે જયપુરમાં મુંબઇ પર રાજસ્થાનની ત્રણ વિકેટે જીત થઇ

*    ૨૩મી એપ્રિલના દિવસે રમાયેલી કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હીમાં દિલ્હી ડેરડેવિલ્સ પર માત્ર ચાર રને રોમાંચક જીત મેળવી લીધી હતી

*    ૨૪મી એપ્રિલના દિવસે મુંબઇમાં આઇપીએલની ૨૩મી મેચમાં સનરાઇઝે મુંબઇ પર ૩૧ રને રોમાંચક જીત મેળવી હતી

*    ૨૫મી એપ્રિલના દિવસે બેંગલોરમાં ૨૪મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સની રોયલ ચેલેન્જર્સ ેંબેંગ્લોર પર પાંચ વિકેટે જીત

*    ૨૬મી એપ્રિલના દિવસે હૈદરાબાદમાં રમાયેલી આઇપીએલની ૨૫મી મેચમાં સનરાઇઝે કિંગ્સ ઇલેવન પર ૧૩ રને જીત મેળવી લીધી હતી

*    ૨૭મી એપ્રિલના દિવસે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હીએ કોલકત્તા પર ૫૫ રને જીત મેળવી હતી

*    ૨૮મી એપ્રિલના દિવસે રમાયેલી મેચમાં ચેન્નાઈ સામે મુંબઈની આઠ વિકેટે જીત થઇ. આ મેચ આઈપીએલની ૨૭મી મેચ હતી

*    ૨૯મી એપ્રિલના દિવસે જયપુરમાં રમાયેલી ૨૮મી મેચમાં સનરાઇઝે રાજસ્થાન પર ૧૧ રને જીત મેળવી લીધી

*    ૨૯મી એપ્રિલના દિવસે બેંગલોરમાં રમાયેલી ૨૯મી મેચમાં કોલકત્તાએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર પર છ વિકેટે જીત મેળવી લીધી

*    ૩૦મી એપ્રિલના દિવસે રમાયેલી મેચમાં ચેન્નાઇ સુપરે દિલ્હી પર ૧૩ રને જીત મેળવી હતી. આઇપીએલની આ ૩૦મી મેચ હતી

*    પહેલી મેના દિવસે બેંગલોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઇ પર ૧૪ રને જીત મેળવી હતી. આઇપીએલની આ ૩૧મી મેચ હતી

*    બીજી મેના દિવસે આઇપીએલની ૩૨મી મેચમાં રાજસ્થાન રોયલ્સ પર દિલ્હીની ટીમે ચાર રને જીત મેળવી લીધી હતી

*    ત્રીજી મેના દિવસે આઇપીએલની ૩૩મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ચેન્નાઇ સુપર પર છ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ચોથી મેના દિવસે આઇપીએલની ૩૪મી મેચમાં મુંબઇની કિંગ્સ ઇલેવન પર છ વિકેટે જીત

*    પાચમી મેના દિવસે આઇપીએલની ૩૫મી મેચમાં ચેન્નાઈની રોયલ ચેલેન્જર્સ પર છ વિકેટે જીત

*    પાંચમી મેના દિવસે આઇપીએલની ૩૬મી મેચમાં દિલ્હી પર સનરાઈઝની સાત વિકેટે જીત

*    છઠ્ઠી મેનના દિવસે રમાયેલી આઇપીએલની ૩૭મી મેચમાં કોલકત્તા પર મુંબઇની ટીમે ૧૩ રને રોમાંચક જીત મેળવી હતી

*    છઠ્ઠી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૩૮મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે ઇન્દોરમાં રાજસ્થાન પર છ વિકેટે જીત મેળવી લીધી હતી

*    સાતમી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૩૯મી મેચમાં સનરાઇજ હૈદરાબાદેે રોયલ્સ ચેલેન્જર્સ પર પાંચ રને રોમાંચક જીત મેળવી હતી

*    આઠમી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૪૦મી મેચમાં રાજસ્થાને પંજાબ પર ૧૫ રને જીત મેળવી પોતાની આશા પણ જીવંત રાખી હતી

*    નવમી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૪૧મી મેચમાં મુંબઇએ કોલકત્તા પર ૧૦૨ રને મોટી  જીત હાંસલ કરી

*    ૧૦મી મેના દિવસે આઇપીએલની ૪૨મી મેચમાં સનરાઇઝની દિલ્હી પર નવ વિકેટે જીત

*    ૧૧મી મેના દિવસે આઇપીએલની ૪૩મી મેચમાં ચેન્નાઇ પર રાજસ્થાને ચાર વિકેટે જીત મેળવી

*    ૧૨મી મેના દિવસે આઇપીએલની ૪૪મી મેચમાં કોલકાતાની કિંગ્સ ઇલેવન પર ૩૧ રને જીત

*    ૧૨મી મેના દિવસે આઇપીએલની ૪૫મી મેચમાં દિલ્હી પર બેંગ્લોરની પાંચ વિકેટે જીત

*    ૧૩મી મેના દિવસે આઇપીએલની ૪૬મી મેચમાં ચેન્નાઇ સુપરે હૈદરાબાદ પર આઠ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૩મી મેના દિવસે આઇપીએલની ૪૭મી મેચમાં મુંબઇ પર રાજસ્થાનની સાત વિકેટ જીત થઇ

*    ૧૪મી મેના દિવસે આઇપીએલની ૪૮મી મેચમાં કિંગ્સ ઇલેવન પર બેંગલોરે ૧૦ વિકેટે જીત મેળવી હતી

*    ૧૫મી મેના દિવસે આઇપીએલની ૪૯મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન પર છ વિકેટે જીત મેળવી લીધી હતી

*    ૧૬મી મેના દિવસે રમાયેલી આઇપીએલની મેચમાં મુંબઇએ પંજાબ પર ત્રણ રને જીત મેળવી હતી

*    ૧૭મી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૫૧મી મેચમાં બેંગલોરે સનરાઇઝ પર ૧૪ રને જીત મેળવી હતી

*    ૧૮મી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૫૨મી મેચમાં દિલ્હીની ચેન્નાઇની સામે જીત થઇ

*    ૧૯મી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૫૩મી મેચમાં રાજસ્થાન રોયલ્સની રોયલ ચેલેન્જર બેંગ્લોરની સામે ૩૦ રને જીત થઇ

*    ૧૯મી મેના દિવસે રમાયેલી આઇપીએલની ૫૪મી મેચમાં કોલકાતાની સનરાઈઝ હૈદરાબાદની સામે પાંચ વિકેટે જીત થઇ

(8:06 pm IST)