ખેલ-જગત
News of Saturday, 20th April 2019

આઇપીએલ-12: કિંગ્સ ઇલેવન પંજાબ સામે દિલ્હી કેપિટલ્સનો પાંચ વિકેટે શાનદાર વિજય

પંજાબના 163 રનના જવાબમાં દિલ્હીએ 19,4 ઓવરમાં 166 રન બનાવ્યા :શિખર ધવને ફિફટી ફટકારી

 

નવી દિલ્હીઃ ફિરોઝશાહ કોટલામાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 37મી મેચમાં દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને 5 વિકેટે પરાજય આપીને સિઝનમાં પોતાનો છઠ્ઠો વિજય મેળવ્યો છે. સાથે દિલ્હીના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

    પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબે નિર્ધારિત 20 ઓવરોમાં 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 166 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર 49 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 58 રન બનાવી અણનમ રહ્યો હતો. દિલ્હી તરફથી શિખર ધવને પણ અડધી સદી ફટકારી હતી

દિલ્હીને ચોથી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. મનદીપ સિંહે પૃથ્વી શોને રન આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ ધવન અને શ્રેયસ અય્યરે સાથે મળીને મોટી ભાગીદારી કરી હતી. ધવને 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સિઝનમાં તેની ત્રીજી અડધી સદી છે.

(12:28 am IST)