ખેલ-જગત
News of Saturday, 20th April 2019

બે મહિલા ક્રિકેટર્સને ક્રિકેટ રમતા થયો પ્રેમ, ને કરી લીધા લગ્ન

એક ન્યુઝીલેન્ડ અને બીજા ઓસ્ટ્રેલિયાના ખેલાડી

મુંબઇ,તા.૨૦ : વિશ્વ ક્રિકેટની બે મહિલા ખેલાડીઓએ આપસમાં લગ્ન કરી લીધા છે. એકનું નામ હેલી જેનસેન છે જે ન્યૂઝીલેન્ડ તરફથી રમે છે અને બીજી ઑસ્ટ્રેલિયાઇ ડોમેસ્ટિક ટીમ મેલબર્ન સ્ટાર્સની બોલર નિકોલા હેનકૉક છે.

આ બંને ખેલાડીઓના લગ્ન ગત સપ્તાહે થયા જેના ફોટા સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઇ રહ્યા છે. મેલબર્ન સ્ટારે પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટથી આ બંને ખેલાડીઓના લગ્નની શુભેચ્છા પાઠવી છે.

ન્યૂઝીલેન્ડ તરફથી ૭ વન ડે અને ૨૦ ટી ૨૦ મેચ રમી ચિકેલી જેનસેન ફાસ્ટ બોલર છે તો ઓસ્ટ્રેલિાની નિકોલા હેનકૉકે અત્યાર સુધી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું નથી પરંતુ એ મેલબર્ન સ્ટાર્સ માટે બિગ બેશ લીગમાં રમે છે.

જો કે આ કોઇ એવી પહેલી તક નથી જ્યાં મહિલા ખેલાડીઓની જોડીએ લગ્ન કર્યા હોય. ગત વર્ષે સાઉથ આફ્રીકા ટીમની ઑલરાઉન્ડર ડેન વેન નિકર્ક અને ફાસ્ટ બોલર મરિજાને કેપ લગ્નના બંધનામાં બંધાઇ ગઇ હતી.

(3:28 pm IST)